
રાંચરડા માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મનો મામલો
ગાંધીનગર એલસીબીએ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના અન્ય કેસમાં સોમવારે 400 પાનાની ચાર્જશીટ ફાઇલ થઇ
અમદાવાદ : ગાંધીનગરના રાંચરડા- સાંતેજ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાંથી ત્રણ વર્ષની બાળકી સાથે હત્યા કરીને આરોપી વિજય ઠાકોરે દુષ્કર્મ આચર્યુ હતું. આ ઉપરાંત, તેની પુછપરછમાં અન્ય બે બાળકીઓ સાથ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ તમામ કેસમાં ઝડપાયેલા આરોપીની પુછપરછ કરી રહેલી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ત્રણ વર્ષની બાળકીની હત્યા-બળાત્કાર કેસમાં ધરપકડના આઠ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે કેસની સુનવણી માત્ર 14 દિવસમાં પૂર્ણ થતા હવે ગાંધીનગર કોર્ટ આગામી 1 ડિસેમ્બરના રોજ ચુકાદો આપશે. ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનાર કેસ બનશે.
ગત દિવાળીના તહેવારો દરમિયાન ગાંધીનગર જિલ્લાના રાંચરડા અને સાંતેજ વિસ્તારની આસપાસમાં નાની શ્રમજીવી વસાહતોમાં રહેતી ત્રણ માસૂમ બાળકીઓના અપહરણ અનેબળાત્કારની ઘટના બની હતી. જેમાં એક ત્રણ વર્ષની બાળકીની હત્યા પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કેસના મામલે ગાંધીનગર પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે તમામ ગુના આચર્યાના ખુલાસા થયા હતા. બાદમાંસમગ્ર કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ પી ઝાલાને સોંપવામાં આવી હતી.
જેમાં પોલીસે વિજય ઠાકોર સામે નોંધાયેલા અલગ અલગ ગુનાઓ પૈકી ત્રણ વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આઠ દિવસના રિમાન્ડ મેળવીને તેની સામે મજબુત પુરાવા મેળવ્યા હતા. જેના આધારે ધરપકડના આઠ દિવસમાં જ એટલે કે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
જેમાં 60 વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, કોલ રેકોર્ડ ડીટેઇલના મહત્વના રિપોર્ટનો સમાવેશ થતો હતો. આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુુનવણી શરૂ કરવામાં આવી હતી. જે હવે પૂર્ણ થતા કોર્ટ આગામી 1 ડિસેમ્બરના રોજ આ કેસમાં ચુકાદો જાહેર કરશે. આમ, કોઇ ગુનો બન્યાના એક મહિનામાં જ કોઇ કેસનો ચુકાદો આવશે તેવો આ ગાંધીનગર જિલ્લાનો પ્રથમ કેસ બનશે.
ત્યારે કાયદાના નિષ્ણાંતો માની રહ્યા છે કે આ કેસમાં આરોપી વિજય ઠાકોરના આજીવન કેદની આકરી સજા થઇ શકે છે. કારણ કે ત્રણ વર્ષની માસૂમ બાળકીને હત્યા બાદ તેણે અમાનવીય ક્રૂત્ય આચર્યુ હતું. તો એક પછી એક બાળકીઓને પોતાનો શિકાર બનાવી હતી. ત્યારે આ કેસના ચુકાદા પર સમગ્ર કાયદા નિષ્ણાંતોની તેમજ રાજ્યના ગૃહ વિભાગની નજર રહેશે.
તો બીજી તરફ આરોપી વિજય ઠાકોર સામે પાંચ વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના કેસની 400 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં ફાઇલ કરી છે. જેની સુનવણી બીજી ડિસેમ્બરથી શરૂ થવાની શક્યતા છે.આ ઉપરાંત, હવે દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના તમામ કેસની પુછપરછમાં પૂર્ણ થતા તેનેજ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો.બાદમાં હવે પોલીસ તેની ફરીથી કસ્ટડી મેળવીને મહિલાઓ પર હુમલો કરીને દાગીના તેમજ કિંમતી મત્તાની લૂંટ અંગેના કેસની પુછપરછ કરશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FVm0EE
via IFTTT
إرسال تعليق