IT અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની મુદત માર્ચ 2022 સુધી વધારાઇ


નવી પોલિસી માટે વિભાગોને કામગીરી શરૂ કરવા તાકીદ કરાઇ

ગાંધીનગર : ગુજરાત સરકારે જાહેર કરેલી આઇટી અને આઇટી આધારિત સેવાઓ તેમજ ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની મુદ્દત પૂર્ણ થઇ જતાં નવી નીતિ જાહેર ન થાય ત્યાં સુધી તેને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્યના આઇટી રિલેટેડ ઉદ્યોગજૂથો હવે આ નીતિના લાભ 31મી માર્ચ 2022 સુધી લઇ શકશે.

રાજ્યમાં રોજગારીનું સર્જન થાય અને આઇટી રિલેટેડ નવા ઉદ્યોગૌ મૂડીરોકાણ કરે તે આશયથી સરકારે આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની જાહેરાત 2016માં કરી હતી. આ પોલિસીને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે તેને આગામી વર્ષના માર્ચ મહિના સુધી લંબાવવામાં આવી છે.

દરમિયાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યની હયાત નીતિઓની મુદ્દત પૂર્ણ થઇ છે તેથી અત્યારે મુદ્દત લંબાવવામાં આવી છે પરંતુ સાથે સાથે નવી પોલિસી બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવાનું કામ શરૂ કરવાનો આદેશ પણ મુખ્યમંત્રી કાર્યાલય કક્ષાએથી આપવામાં આવ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jN2LEG
via IFTTT

Post a Comment

أحدث أقدم