
અમદાવાદ: રાજસ્થાન સેવા સમિતિની ૩૧મી ઓક્ટોબરે થનારી ચૂંટણીમાં એકતા પેનલ અને સંસ્કાર પેનલે સામ સામા આક્ષેપો કરવા માંડયા છે. પરિણામે અમદાવાદમાં વસતા રાજસ્થાની સમાજમાં મોટો હોબાળો મચી રહ્યો છે. એકતા પેનલનો આક્ષેપ છે કે રાજસ્થાન હિન્દી શાળાનું નામ બદલીને ગણપત ચૌધરી હિન્દી શાળા કરવામાં આવી રહ્યું છે. તેના વિરધમાં આજે ન્યુક્લોથ માર્કેટમાં તેમણે આજે રેલી કાઢી હતી. જ્યારે સંસ્કાર પેનલનું કહેવું છે કે શાળાના મકાનના નવીનીકરણ માટે રૂ. ૬.૫ કરોડનું દાન આપનારનું નામ આખી શાળાના નામ સાથે નહિ, પરંતુ જે તે વિભાગ સાથે જોડવામાં આવ્યું છે. રાજસ્થાની સમાજના અમદાવાદમાં વસતા એક જૂથે તેની સામે વિરોધ નોંધાવવા આજે ન્યુક્લોથ માર્કેટમાંથી રાજસ્થાનીઓના સમાજના ૨૦૦થી ૩૦૦ વેપારીઓએ વિરોધમાં રેલી કાઢી હતી.
શાળાનું નામ બદલવાનો સવાલ જ ઊભો નથી થતો, દાતાઓના નામ માત્ર જે તે વિભાગ સાથે જોડાયા
તેમનું કહેવું છે કે રાજસ્થાન સેવા સમિતિ દ્વારા ૬૦ વર્ષથી આ શાળા ચલાવવામાં આવી રહી છે. તેને વ્યક્તિગત દાતાઓને નામ ન કરવામાં આવવી જોઈએ તેવો વિરોધ સમાજના એક મોટા વર્ગ દ્વારા કરવામાં આવ્યો છે. રાજસ્થાન હિન્દી શાળાને બદલે ગણપત ચૌધરી હિન્દી શાળાનું નામ કરણ કરવાની દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે. આ ફેરફાર અમે હરગીઝ ચલાવી લઈશું નહિ. બીજીતફર શાળાનેઆધુનિક ઓપ આપવા માટે કરોડોનો ખર્ચ કરનારા જૂથનું કહેવું છે કે દાયકાઓ જૂની અને ખખડી જવા આવેલી રાજસ્થાન સેવા સમિતિ સંચાલિત હિન્દી શાળાનું મકાન નવું બનાવવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેને માટે દાનની રકમ આપનારાઓના નામ જે તે વિભાગ સાથે જોડવામાં આવ્યા છે. રાજસ્થાન હિન્દી શાળાનું નામ બદલીને ગણપત ચૌધરી હિન્દી શાળા કરી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.
રાજસ્થાન સેવા સમિતિના વર્તમાન હોદ્દેદારોનું કહેવું છે કે શાળાના નવીનીકરણ માટે અંદાજે રૂ. ૨૫થી ૩૦ કરોડનો ખર્ચ થાય તેમ હતો. તેમાંથી અડધું કામ થઈ ગયું છે. તેને માટે દાન આપનારાઓના નામ જે તે વિભાગ એટલે કે પ્રાથમિક અને માધ્યમિક કે પછી હાયર સેકન્ડરી વિભાગ સાથે જોડવામાં આવ્યા છે. શાળાનું નામ તો રાજસ્થાન હિન્દી શાળા પૂર્વવત ચાલુ જ રહેશે. આ સંજોગોમાં શાળાનું નામ બદલી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. રાજસ્થાન હોસ્પિટલના પણ કેટલાક વિભાગોને દાતાઓના નામ આપવામાં આવ્યા છે. આ જ રીતે શાળાઓના કેટલાક વિભાગોને દાતાઓના નામ આપવામાં આવી રહ્યા છે. તેની સામે કોઈને વાંધો હોય તો તેઓ તેમના કરતાં વધુ દાન આપીને પોતાનું નામ લખાવી શકે છે. તેમનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે રાજસ્થાન સેવા સમિતી સચાલિત રાજસ્થાન હિન્દી શાળા રાજસ્થાનની વિશેષ ઓળખ છે. તેને કોઈ એક દાતાનું નામ આપી જ ન શકાય. તેને કારણે રાજસ્થાનની અલગ ઓળખ નંદવાઈ રહી છે. આ વલણને અમે ચલાવી લઈશું નહિ.
રાજસ્થાન સેવા સમિતિની ૩૧મી ઓક્ટોબરે થનારી ચૂંટણી પૂર્વે આ આરોપ-પ્રતિઆરોપ મૂકવામાં આવી રહ્યા છે. તેમાં રાજસ્થાન હોસ્પિટલની ચૂંટણી યોજવામાં વર્તમાન મેનેજમેન્ટ ગલ્લાતલ્લાં કરી રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી યોજવાની પહેલી ઓક્ટોબરે જાહેરાત કર્યા પછી ઉમેદવારીપત્રક ભરવાનો ફોર્મ પણ આપવામાં આવતા નથી. તેના જવાબમાં વર્તમાન સંચાલકો કહે છે કે મામલો હાઈકોર્ટમાં જવાનો છે. તેથી હાલ આ ચૂંટણી યોજવાનો સવાલ જ ઊભો થતો નથી. તેથી જ ફોર્મ આપવાનું અટકાવવામાં આવ્યું હતું. ચૂંટણીનુૂં નવું સમયપત્રક જાહેર થયા પછી ઉમેદવારીપત્રક ભરવા માટે ફોર્મ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XMIOpK
via IFTTT
إرسال تعليق