
અમદાવાદ : મહાત્મા ગાંધીએ સ્થાપેલી અને હેરિટેજની કેટેગરીમાં આવેલી મજૂર મહાજન સંઘના કબજા હેઠળની મિલકતો વેચવા માટે કાઢવામાં આવી છે. આ અંગે ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૧ના એક ઠરાવ પણ મજૂર મહાજન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. મજૂર મહાજનનું મંત્રી મંડળ જ તેનો લાભ લઈ લેવા મેદાનમાં ઉતર્યું હોવાનું જણાય છે. મજૂર મહાજનની વેચવા કાઢેલી મિલકતો અનસૂયાબેન સારાભાઈ સ્મારક, ટેક્સટાઈલ લેબર યુનિયન, શ્યામપ્રસાદ વસાવડા સ્મારક ટ્રસ્ટ હેઠળની મિલકતો છે. અમદાવાદના જ આંબાવાડી વિસ્તારમાં સી.એન. વિદ્યાલય સામે આવેલું કન્યાગૃહની જમીન, અસારવામાં ચામુંડા બ્રિજ પાસે આવેલું અભ્યાસ ગૃહ, રિવરફ્રન્ટ પરની કલ્યાણગ્રામ, રાયપુર દરવાજા પાસેનું કામદાર મેદાન સહિતની મિલકત વેચવા કાઢી છે. કરોડોની મિલકતના બહુ જ ઓછી કિંમતે સોદા કરીને સેટિંગ કરવામાં આવીરહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
ઠરાવ કર્યા પછી ખોટું પગલું લેવામાં આવ્યું હોવાનુ ંજણાતા મહેન્દ્ર દેસાઈએ તેમની સહી પાછી ખેંચી
મિલકતો વેચવાનો ઠરાવ કર્યા પછી ઠરાવમાં સહમતી દર્શાવનાર મજૂર મહાજન સંઘના ટ્રસ્ટી તથા મંત્રી મહેન્દ્ર અમથાભાઈ દેસાઈએ આ ઠરાવમાં તેમણે કરેલી સહી કેન્સલ ગણી લેવાની જાણ કરતો એક પત્ર પણ ૧૧મી ઓક્ટોબરે મજૂર મહાજન સંઘના મંત્રી મંડળને મોકલી આપ્યો છે. પત્રમાં તેનું કારણ આપતા જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થાની મિલકતો વેચવાનો કે ભાડે આપવાનો મંત્રી મંડળને કોઈ અધિકાર જ નથી. આ
મિલકતો વેચવા કાઢી તે પૂર્વે મજૂર મહાજન સંઘ માટે આવક ઊભી કરવાનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો. ૨૬મી મે ૨૦૨૧ના દિને આ ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમાં ટ્રસ્ટની મિલકતોમાંથી આવક ઊભી કરવાની જ માત્ર શરત મૂકવાનો જ માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમર બારોટની સહી સાથે ૨૬મી મે ૨૦૨૧ના દિવસે આ સરક્યુંલર કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે અમદાવાદની સિટી સિવિલ જજની કોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. હરદેવસિંહ બળવંતસિંહ ગોહિલે કરેલી પિટીશનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ જાતના ઠરાવ વગર એક તરફી મનસ્વી રીતે જાતે નિર્ણય લઈ મજૂર મહાજન સંઘની મિલકતો ભાડે, પેટા ભાડે આપવાનું નક્કી કરવામાં આવેલું છે. આ અંગેનો ઠરાવ કરતાં પહેલા તમામ કમિટી મેમ્બરોની સંમતિ મેળવવામાં આવેલી નથી. ઠરાવ કરતી વખતે મેમ્બરોને આ અંગેનો એજન્ડા પણ આપવામાં આવ્યો નહોતો. ગાંધીજીએ સ્થાપેલા ટ્રસ્ટના હેતુઓ જાળવી રાખીને જ પગલાં લેવા જોઈએ. છતાંય પ્રતિવાદી અને મજૂર મહાજન સંઘના વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલ, પ્રધાનમંત્રી અમર બારોટ, મંત્રી મહેન્દ્ર અમથાભાઈ દેસાઈ, મંત્રી મધુભાઈ પરમાર મિલકતો આપી દેવા તૈયાર થઈ ગયા છે. તેમને મિલકત ભાડે, પેટા ભાડે કે ટ્રાન્સફર આપવાની કોઈ જ સત્તા નથી. વહીવટદારોના હિતમાં જ આ મિલકતો અંગે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ અરજી કરનારા હરદેવસિંહ ગોહિલે કરેલા વિરોધને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. સંસ્તાના હોદ્દેદારાઓ મનસ્વી રીતે ખોટા અને ટ્રસ્ટના હિતની વિરુદ્ધ નિર્ણય લીધેલા છે. ટ્રસ્ટના નીતિનિયમ વિરુદ્દ મિલકતો ટ્રાન્સફર કરી દેવાય તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ અરજીના માધ્યમથી મિલકતોને ભાડે કે વેચાણ આપવા સામે સ્ટે આપવાની કે મનાઈ હુકમ આપવાની માગણી કરવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3noyXze
via IFTTT
Post a Comment