
- અગાઉની અદાવતના મનદુખમાં એક જ કોમના બે જુથો સામસામે આવી જતાં તંગદીલી
- શહેરના કસાઇવાડા વિસ્તારમાં થયેલી હિંસક અથડામણમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા ભારે નાસભાગ મચી : ઘટનાને પગલે સ્થળ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો
આ ઉપરાંત એક બાજુના જુથે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા શહેરભરમાં તંગદીલીભર્યો માહોલ છવાઇ ગયો હતો. જોકે ઘટનાને પગલે પોલીસે દોડી આવીને ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને છ જેટલા લોકોની અટકાયત કરીને ઓડી કાર, પિસ્તોલ, કારતુસ, ધારિયા સહિતના હથિયારો કબજે લીધા હતા.
ધોળકાના કસાઇ વાડા વિસ્તારમાં એક જ કોમના બે જુથો વચ્ચે અગાઉનું અદાવતના મનદુખ બાબતે બોલાચાલી બાદ હિંસક મારામારી થઇ હતી. જેમાં એક જુથના માણસો વાહનો લઇને ઘરે જતાં હતા ત્યારે હુમલો કરવાના ઇરાદે સામેના જુથનું ટોળુ ધસી આવ્યુ હતુ અને અહિથી કેમ નિકળો છો તેમ કહીન એક રાઉન્ડ હવામાં અને ધાક જમાવવા બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. બાદમાં અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જુથેના લોકો સામસામે આવીને પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમજ નજીકમાં પડેલા વાહનોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ દોડી આવેલી ટાઉન પોલીસે છ શખ્સોની અટકાયત કરી મામલાને થાળે પડવાનો પ્રયાસ કર્યો હતો.સરફરાજ ભાઇ પાલનપુરીએ ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઓડી કાર, રિવોલ્વર, જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતા.
કોની કોની સામે ગુનો નોંધાયો
સલીમ ખાન શહેનશાહ ખાન પઠાણ, મબદસીર રાજા મકબુલ હુસેન સિપાઇ, મુજીબ હુસેન મકબુલ હુસેન સિપાઇ, અબર ખાન મસુર ખાન પઠાણષ કાળુ સુઝાત ભાઇ મલેક સહિત અન્ય પાંચ સામે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mjcfsL
via IFTTT
Post a Comment