
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકો બેદરકાર
પહેલો ડોઝ લેનારા 40.07 લાખ લોકો તો રસીનો બીજો ડોઝ લેવા ફરક્યા જ નથી, 100 ટકા રસીકરણ પડકારરૂપ
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી છે પણ હજુય નિષ્ણાતોએ ત્રીજી લહેરની આશંકા વ્યકત કરી છે. આ તરફ, રાજ્ય આરોગ્ય વિભાગ રસીકરણ મુદ્દે વાહવાહી લૂંટી રહ્યુ છે પણ વાસ્તવિકતા એછેકે, રાજ્યમાં અડધો કરોડ લોકોએ એટલે ક 53.27 લાખ લોકોએ કોરોનાની રસી જ લીધી નથી. આ સિૃથતીને જોતાં સો ટકા રસીકરણ સુધીનો લક્ષ્યાંક પૂર્ણ કરવો આરોગ્ય વિભાગ માટે પડકારરૂપ બન્યો છે.
ગુજરાતને કોરોનામુક્ત બનાવવા ફરજિયાત રસી લેવા સરકારે અપીલ કરી છે આમ છતાંય લોકો મફત રસી લેવામાં ય બેદરકારી દાખવી રહયા છે. એક તબક્કે અમદાવાદ શહેરમાં એએમટીએસ બસથી માંડી સરકારી કચેરીઓ ઉપરાંત જાહેર સ્થળોએ પણ રસીનુ સર્ટિફિકેટ ફરજિયાત કરાયુ હતુ તેમ છતાંય લોકો રસી લેતા નથી. રાજ્યમાં અત્યારે 53,27,391 લોકોેએ રસીનો પ્રથમ ડોઝ જ લીધો નથી.
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ય લોેકો રસી લેવાની દરકાર રાખતા નથી. મહેસાણામાં 3.72 લાખ, કચ્છમાં 2.35 લાખ, અમરેલીમાં 3.66 લાખ, બનાસકાંઠામાં 3.32 લાખ સુરેન્દ્રનગરમાં 3.37 લાખ, આણંદમાં 3.62 લાખ, ગાંધીનગરમાં 2.33 લાખ અને સુરતમાં 1.35 લાખ લોકોએ રસી લીધા વિના જ બિન્દાસ ફરી રહ્યાં છે.
આ બાજુ, કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધાં બાદ 40,07, 572 લોકો નિયત સમય મર્યાદામાં રસીનો બીજો ડોઝ લેવા આવ્યા જ નથી. મહેસાણામાં 1.36 લાખ, કચ્છમાં 2.11 લાખ, સુરતમાં 2.01 લાખ, રાજકોટમાં 1.52 લાખ, ભરૂચમાં 1.68 લાખ, વડોદરામાં 1.43 લાખ, સુરેન્દ્રનગરમાં 90164, આણંદમાં 2.99 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી.
કેટલાંય લોકો એવુ માની રહ્યા છેકે, કોરોનાના રક્ષણ માટે રસીનો એક ડોઝ પુરતો છે. વાસ્તવમાં એવુ નથી. નિષ્ણાતોનું કહેવુ છેકે, રસીના બે ડોઝ જ કોરોના સામે પુરતુ રક્ષણ આપે છે. જોકે, સારી વાત એ પણ છેકે, તાપી, મહિસાગર, જૂનાગઢ, અમદાવાદ જિલ્લામાં કોરોનાની રસીની સો ટકા કામગીરી થઇ છે.
આ જિલ્લામાં તમામ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. હવે બાકીના લોકોને રસી આપી સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવો એ આરોગ્ય વિભાગ માટે પડકારજનક છે. ગુજરાતમાં કુલ મળીને 93.34 લાખ લોકોને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવાની બાકી છે.
અમદાવાદ શહેરમાં 1.88 લાખ લોકોએ રસી લીધી નથી
અમદાવાદ શહેરમાં ય 1,88,576 લાખ લોકો એવા છે જેમણે કોરોનાની રસી જ લીધી નથી. આ ઉપરાંત 5,76,671 લાખ લોકોએ બીજો ડોઝ લેવાનુ ટાળ્યુ છે. પ્રથમ ડોઝ લીધા બાદ નિયત કરેલાં દિવસો બાદ પણ રસી લેવા આવ્યા જ નથી. હવે આવા લોકોને શોધવા મ્યુ.આરોગ્ય વિભાગ માટે મુશ્કેલ છે. કુલ મળીને અમદાવાદ શહેરમાં 7,65,247 લોકો પ્રથમ અને બીજો ડોઝ લીધો નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pz5sxs
via IFTTT
Post a Comment