માસૂમ પુત્રની નજર સામે શિક્ષિકા માતાનું મોત ઃ પુત્ર અને મહિલા ઘાયલ

 અમદાવાદ,રવિવાર

નરોડા વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં રિક્ષા ચાલકે સ્કૂટરને ટક્કર મારતા પુત્રની નજર સામે શિક્ષિકા માતાનું મોત થયું હતું. જ્યારે મૃતક મહિલાનો પુત્ર અને  સહ કર્મચારી મહિલા બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.

વાંકાનેસડા ગામથી ત્રણ સવારી આવતા હતા ઃ નરોડા -દહેગામ રોડ પર સ્કૂટરને ટક્કર મારી રિક્ષા ચાલક ફરાર ઃ  મૃતકનો  પુત્ર અને સહકર્મચારી મહિલા બેભાન હાલતમાં સારવાર હેઠળ

આ કેસની વિગત એવી છે કે નરોડા  પાયલનગર રોડ  પર ગાયત્રી સ્કૂલ પાસે ઉમિયા બંગલોઝમાં રહેતા મેઘાબહેન શ્રીકાંતભાઇ ભૂષણ  ેગાંધીનગર જિલ્લાના  વાંકાનસડા ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગઇકાલે સવારે સ્કૂટર પર તેમના સાત વર્ષના પુત્ર અને સહ કર્મચારી મહિલાને બેસાડીને આવતા હતા. આ સમયે નરોડા-દહેગામ રોડ ઉપર વિમલ પાર્ક સોસાયટી પાસે પૂર ઝડપે આવી રહેલી રિક્ષાના ચાલકે તેમના સ્કૂટરને ટક્કર મારતાં ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ત્રણેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં  મેઘાબહેનને માથા સહિત શરીરે ગંભીર  ઇજાઓ થઇ હોવાથી સારવાર દરમિયાન મોત થયું હતું, તેમનો દિકરો અને મહિલા કર્મચારી હાલ સારવાર હેઠળ છે, આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે રિક્ષા ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CaPcWx
via IFTTT

Post a Comment

Previous Post Next Post