કરોડોના ખર્ચે બનેલા બહુચરાજી રેલવે ઓવરબ્રિજ પર ગાબડાં પડયા


- શહેરના નિલકી ફાટક વિસ્તારમાં

- વર્ષ ૨૦૧૫માં ઓવરબ્રિજ બનાવાયો હતો : બ્રિજ પર લોખંડના સળિયા નિકળી જતા અકસ્માતની ભીતિ

વિરમગામ : વિરમગામ શહેરના નિલકી ફાટક વિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં કરોડોના ખર્ચે બનેલા બહુચરાજી રેલવે ઓવરબ્રીજ પર મસમોટા ગાબડાં પડી ગયા છે. ઓવરબ્રિજ પર લોખંડના સળિયા નીકળી જતા વાહનચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યાં છે.

વિરમગામ શહેરમાં ૨૦૧૫માં કરોડો રૂપિયાના ખર્ચે નિલકી રેલ્વે ફાટક ઉપર વિરમગામ બહુચરાજી રેલ્વે ઓવરબ્રિજનું લોકાપર્ણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

આ ઓવરબ્રિજ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ હતો ત્યારે આ ઓવરબ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને ગાબડા પડવાથી લોખંડના સળીયા દેખાય છે જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ ઓવરબ્રિજ ઉપરથી બહુચરાજી મોઢેરા, શંખેશ્વર તેમજ શહેરનો નવો રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર વધતા દિવસ-રાત વાહનો પસાર થાય છે. આ ઓવરબ્રિજની બાજુમાં ધૂળના થર જામી ગયા છે. આ ઓવરબ્રિજ ઉપર પડેલા ગાબડાં તાત્કાલીક પુરાવામાં આવે તેવી શહેરીજનોની માંગણી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mkGEXT
via IFTTT

Post a Comment

Previous Post Next Post