
દિવાળી બાદ ઉચ્ચ અધિકારીઓ દુબઇ જશે
ગુજરાતનું બ્રાન્ડિંગ કરવા વિદેશની ધરતી પર રોડ-શો, ત્રણ IASની ટીમ USA, જાપાન, કોરિયા, નેધરલેન્ડ જશે
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ નહિવત થયુ છે ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા તૈયારીઓ આરંભાઇ છે. વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે દુબઇ સહિત અન્ય દેશોમાં રોડ શો યોજવા આયોજન કરાયુ છે. દુબઇમાં આયોજીત રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ અિધકારીઓ ભાગ લેશે.
આ વખતે ગુજરાતમાં વધુને વધુ રોકાણ થાય અને ગુજરાતી યુવાઓને વધુ રોજગારી મળે તે લક્ષ્ય સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરાયુ છે. તા. 10થી તા. 12 જાન્યુઆરી સુધી પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આયોજીત કરાઇ છે ત્યારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરાઇ છે.
સૂત્રોના મતે, વિદેશમાં ગુજરાતનું બ્રાન્ડિંગ કરવા તડામાર તૈયારીઓ કરાઇ છે. આ વખતે વિદેશી રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવા માટે વિદેશની ધરતી પર રોડ-શો આયોજીત કરાયા છે. દુબઇમાં પણ રોડ-શો યોજવા નક્કી કરાયુ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ ભાગ લેશે. દિવાળી બાદ એટલે તા. 8-9મી નવેમ્બરે મુખ્યમંત્રી દુબઇ જાય તેવી શક્યતા છે.
આ ઉપરાંત વિદેશમાં કુલ મળીને આઠેક રોડ શો યોજવા આયોજન કરાયુ છે. આ ઉપરાંત ત્રણ આઇએએસને રોડ શોની જવાબદારી સુપરત કરાઇ છે. જેમકે, પ્રિન્સિપલ સેક્રેટરી જે.પી.ગુપ્તાની ટીમ યુએસએ જશે. જયારે શ્રમ રોજગાર વિભાગના અધિક અગ્ર સચિવ અંજુ શર્મા જાપાન અને કોરિયા જશે. રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર સોનલ મિશ્રા સહિત અધિકારીઓ જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડ જશે.
ઉચ્ચ અધિકારીઓની સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓને પણ પ્રતિનીધીમંડળમાં સામેલ કરવામાં આવનાર છે. શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.જે. હૈદરને ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વાઇબ્રન્ટ એક્ઝિબિઝશનની જવાબદારી સોંપાઇ છે. નોઁધનીય છેકે, આખાય વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોટ આઇએએસ અધિકારીઓની જુદી જુદી કમિટી બનાવવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CxjfYL
via IFTTT
Post a Comment