અમદાવાદ જિલ્લામાં ડાંગરની કાપણી શરૂ,ખેડૂતોમાં ઉત્સાહ

અમદાવાદ,તા.25 ઓક્ટોબર 2021,સોમવાર

અમદાવાદ જિલ્લામાં હાલમાં ડાંગરની કાપણી શરૂ થઇ ગઇ છે. ખેતરોમાં હાલમાં હાડવેસ્ટર દ્વારા તેમજ મજૂરો રાખીને ડાંગરની કાપણી પુર જોશમાં ચાલી રહી છે. દિવાળી સામે છે, ખેડૂતોને પૈસાની જરૂર છે, આ વર્ષે વાવાઝોડા અને વરસાદના લીધે ડાંગરના પાકને નુકશાન થયું છે ત્યારે માલનો ઉતારો ઓછો બેસે છે સામે બજારમાં ભાવ પણ મળી રહ્યા નથી. ખેતી ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી આ સ્થિતિ ખેડૂતો માટે દયનિય બની રહી છે.

અમદાવાદ જિલ્લામાં દસક્રોઇ, ધોળકા, બાવળા, સાણંદ તાલુકામાં ચોમાસા દરમિયાન ડાંગરનું મબલખ વાવેતર થયું હતું. શરૂઆતમાં વરસાદ ખેચાયો, કેનાલનું પાણી ન મળ્યું, મધ્યમાં અતિભારે વરસાદ પડી ગયો, પછીના તબક્કામાં વાવાઝોડું ત્રાટક્યું અને છેલ્લે પાણીની અછત વચ્ચે પાક સુકાયો તેમજ તાજેતરમાં પડેલા અતિભારે વરસાદમાં ઉભા પાકને નુકશાન થયું. આ બધી પરિસ્થિતિ વચ્ચે ડાંગરની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક રહી નથી. મજૂરી અને ખર્ચ મળી રહે તો ખેડૂતો ભગવાનનો પાર માનશે.

આ અંગે લાંભા ગામના ખેડૂત ભીખાભાઇ કરશનભાઇ પટેલના જણાવ્યા મુજબ  ડાંગરની કાપણીમાં જો મશીનથી એટલેકે હાડવેસ્ટરથી કાપણી કરવામાં આવે તો વીઘે ૧,૫૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે. જોકે હાલમાં મોટાભાગે ખેતરોમાં હાડવેસ્ટરથી જ ડાંગરની કાપણી થઇ રહી છે. હાડવેસ્ટર મળતું ન હોય તો મજૂરો રાખીને ડાંગર વાઢી, બાંધી અને લાકડાની પાટ પર ઝૂડીને ડાંગરને અલગ કરવાની મજૂરી વીઘે ૪,૫૦૦ રૂપિયા જેટલી પડે છે.

 તેમ છતાંય મશીનમાં ડાંગર નાંખીને પંખામાં નાંખીને ડાંગર અને ફોતરા અલગ કરવાના ૧ કલાકના ૬૦૦ રૂપિયા આપવા પડે તે ખર્ચ તો અલગ છે. ડાંગરના પુરા બાંધીને વેચવાથી એક પુરે અઢીથી ત્રણ રૂપિયા ખેડૂતને મળે છે. જ્યારે હાડવેસ્ટરમાં ડાંગર નાંખવાથી ગંઢા બહાર આવે છે. એક ગંઠો ૪૦ રૂપિયામાં વેચાય છે.જેને ખેડૂતને લાભ થાય છે.

હાલમાં પેટ્રોલ, ડિઝલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા છે, તેથી પરિવહન ખર્ચ નવધ્યો છે. માલ તૈયાર કરીને બજારમાં પહોંચાડવાનો ખર્ચ પણ વધી ગયો છે. બજારમાં હાલમાં મણે ૨૮૦ થી ૩૧૦ રૂપિયા ડાંગરનો ભાવ મળી રહ્યો છે. જેમાં ખેડૂતો રિતસરના લૂંટાઇ રહ્યા છે. સરકારે ટેકાનો ભાવ ૩૯૫ જેટલો જાહેર કર્યો હોવા છતાંય બજારમાં આ ભાવ મળી રહ્યો નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZsyvYI
via IFTTT

Post a Comment

Previous Post Next Post