
સીજી રોડ પર કહીં ખુશી, કહીં ગમનો માહોલ : ગારમેન્ટમાં ગ્રાહકો વધ્યા પણ ફૂટવેર સહિતના અન્ય ધંધામાં 40 ટકા નુકસાન
અમદાવાદ : કોરોના ગયો પરંતુ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. કોરોના અને ઓનલાઇન વેપારના કારણે મોટા ભાગના વેપારીઓને આર્થિક ફટકો પડયો છે. કોરોના મહામારી સાથે મોટા વેપારીઓથી લઇ નાના વેપારીઓએ દુકાનો અને શો રૂમ બંધ કરવાનો સમય આવ્યો છે.
તેવામાં અમદાવાદનો સૌથી પ્રચલિત અને વ્યસ્ત રહેતો સી જી રોડ પર પણ સૌથી વધુ અસર જોવા મળી છે. સી.જી.રોડ પર કાપડ, ફૂટવેર અને જ્વેલરીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ ત્રણે વ્યવસાયમાં વ્યાપક નુકસાન ગયું છે તેના હિસાબે મોટો ફટકો પણ પડયો છે.
પંચવટીથી લઈને નવરંગપુરા સ્ટેડિયમ સુધીના પટ્ટા પર અંદાજે 2 હજાર જેટલી દુકાનો આવેલી છે જેમાંથી અંદાજે 100 જેટલી નાની-મોટી દુકાનો અને ઓફિસો બંધ થઈ ગઈ છે. બંને તરફના પટ્ટા પરની કેટલીક દુકાનો પર વેચાણ માટે અથવા તો ભાડે આપવાના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે.
પાછલા ત્રણ મહિનાથી કોરોના પર નિયંત્રણ આવતા ધંધો વેપાર ફરીથી ધમધમતો થયો છે પરંતુ અમુક દુકાનો હજુ પણ બંધ છે. સી.જી. રોડ અવનવા પ્રકારના ફૂટવેર લેવા માટે પણ જાણીતો છે અને અહી મોટી સંખ્યામાં શો રૂમ પણ આવેલા હતા. જેના કારણે મોટી સંખ્યામાં લોકો પણ અહી ઉમટી પડતાં હતાં.
કોઈપણ તહેવાર હોય લગ્ન પ્રસંગ હોય અને તેમાં પણ ખાસ દિવાળીનો સમય હોય ત્યારે અહી લોકોનો ઘસારો જોવા મળતો હતો. મહત્વની બાબત છે કે સ્થાનિકો સિવાય વિદેશથી વતન N.R.I લોકો દિવાળી સમયે આવતા હોય છે જે વતનમાં પરત આવેલા શઇૈં લોકો દિવાળી થી લઇ ઉતરાયણ સુધી અહિયાં જ રોકાતા હોય છે. જેને લઇ તેવો મોટી સંખ્યામાં ખરીદી માટે સી.જી.રોડ પર આવતા હતા.
પરંતુ પાર્કિંગ, કોરોના અને ઓનલાઇન શોપિંગના કારણે લોકો સી.જી. રોડ પર આવતા બંધ થયા છે. જેના કારણે વેપારીઓને મોટો ફટકો પડયો છે. જાણે દિવાળી સમયે ધમધક્તો રહેતો સી.જી. રોડ સુમસાન બન્યો છે.તો બીજી તરફ સી.જી.રોડ પર આવેલા ગારમેન્ટના વેપારીઓમાં ખુશી જોવા મળી છે.
ગારમેન્ટમાં આશા જાગી : ગ્રાહકોનો ધસારો
સી.જી. રોડ ઓનર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જીતુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે 2019 સમયમાં જે સ્થિતિ હતી તે પાછી આવવા માંડી છે. કોરોના પહેલા જે સ્થિતિ હતી તે પાછી આવવા લાગી છે લોકો ખુલીને બહાર આવવા લાગ્યા છે સાથ ેજ લગ્ન પ્રસંગો હોવાથી કાપડમાં ખરીદી વધી રહી છે છેલ્લા છ મહિનાના હિસાબે આ ચાલુ ઓક્ટોમ્બર માસમાં ગ્રાહકો આવી રહ્યા છે. સી.જી. રોડ પર રેડીમેડ અને કાપડના થઈ અંદાજેક 45 થી 50 જેટલા મોટા નાના શો રૂમ આવેલા છે. જેની સાથે 3 હજાર જેટલા લોકોની રોજગારી જોડાયેલી છે.
કોરોનામાં જે ફટકો પડયો છે તે હવે ફરીથી સ્થિતિ સુધરે તેવા એંધાણ છે પરંતુ હજુ ગ્રાહકો બહાર આવશે તેવા એંધાણ છે ગયા વર્ષ કરતા આ વર્ષે આ વર્ષની દિવાળી સારી રહેશે. 2019 જેવી દિવાળી આ વર્ષે પણ જાય તેવી અમને સંપૂર્ણ આશા છે. ઓનલાઇનના હિસાબે મોટો ફટકો પડયો છે તેના હિસાબે રેડીમેડમાં 20 ટકા જેટલું નુકસાન જઈ રહ્યું છે. યંગ જનરેશનને ઓનલાઈનનો મોહ લાગેલો છે જેના હિસાબે વધુ ફટકો રેડીમેડમાં થઈ રહ્યો છે.
સી.જી. રોડ ફૂટવેર બજારમાં મંદી, ભારે નુકસાન
સી.જી.રોડ શોપ ઓનર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ અને ફૂટવેર એસોસિયેશન પ્રેસિડેન્ટ વસંત તિરોડકરે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઓનલાઇન વેપારથી ફટકો પડયો છે તેનાથી વધુ કોરોનાનો સૌથી મોટો ફટકો પડયો છે. સી.જી. રોડ પર ફૂટવેરના મોટા 30 જેટલા મોટા શો રૂમ આવેલા છે તેની સાથે નાના વેપારીઓ પણ આવેલા છે.
અત્યારે ધંધામાં આ વર્ષે 40 ટકા જેટલું નુકસાન ફૂટવેરના વેપારીઓ વેઠી રહ્યા છે. સી.જી. રોડ પર ફૂટવેરના 5 જેટલા મોટા શો રૂમ લોકડાઉનના કારણે બંધ થયા જે હજુ શરૂ થયા નથી અને ફરીથી શરૂથી થવાની શક્યતાઓ બહુ ઓછી છે. સી.જી રોડ પર પહેલા પાર્કિંગનો પ્રશ્ન મોટો હતો નહી પરંતુ સી.જી.રોડને મોટો કરવામાં આવતા પાર્કિંગની વ્યવસ્થા ખોરવાઈ છે. જેના કારણે સી.જી.રોડ પર આવતા ગ્રાહકોમાં 25 થી 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vDxcSk
via IFTTT
إرسال تعليق