પિતાએ ઠપકો આપતાં યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત


- સાણંદના કુંવાર ગામે કામધંધા બાબતે 

- પરીણિત યુવાન ઘરેથી નિકળી ખેતરમાં જઇ લીમડાના ઝાડ પર લટકીને રસ્સાથી ફાંસો ખાધો

સાણંદ : સાણંદ તાલુકાના કુંવાર ગામે રહેતા પરીણિત યુવાનને કામધંદા બાબતે માતા પિતાએ ઠપકો આપતાં યુવાનને લાગી આવતા યુવાને ખેતરમા જઇ લીમડાના ઝાડ સાથે રસ્સો બાંધી ગળા ફાંસો ખાઇ લેતાં સમગ્ર વિસ્તારમા ચકચાર મચી જવા પામી છે. યુવાનના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ જ થયા હતા.

સાણંદ તાલુકાના કુંવાર ગામે સરિયાવાસમાં રહેતા રણછોડભાઇ ચૌહાણના ૨૨ વષય દિકરા સંજયના લગ્ન ત્રણેક વર્ષ પહેલા કર્યા હતા. પરંતુ સંજય કોઇ કામધંધો કરતો ન હોવાથી માતા પિતાન હંમેશા સંજયની ચિંતા કોરી ખાતી હતી. અને સંજયને કોઇ સારી નોકરી મળે તે માટે પ્રયાસ કરતા હતા. સંજય કોઇ કામધંધો કરતો ન હોવાથી માતા પિતાએ અવર નવાર ઠપકો આપતાં હતા. પરંતુ ૨૯મી ની રાત્રે સંજયને કામધંધા બાબતે ઠપકો આપતાં તેને લાગી આવતાં પરિવારને જાણ કર્યા વિના તે ઘર છોડીને નિકળી ગયો હતો. મોડી રાત સુધી દિકરો ઘરે ન આવતાં માતા પિત સહિત પરિવારના લોક ચિંતાતુર બન્યા હતા.અને સંજયની શોધખોળ આદરી હતી. સગાસંબંધી અને મિત્રોને પુછવા છતાં સંજયની કોઇ ભાળ મળી ન હતી. આખરે શોધખોળ ના અંતે વિરમગામ હાઇવે પર આવેલ એક પેટ્રોલપંપ પાસે ખેતરમા ઢોર ચરાવતાં વ્યકિતએ રોડ પર બાઇક પડયું હોવાની પરિવારના લોકોને જાણ કરતાં પરિવારના લોકોએ બાઇક સંજયનુ હોવાનું ઓળખી લઇ આસપાસના ખેતરમાં તપાસ કરી હતી. જયાં સંજય લીમડાના ઝાડ પર રસ્સા સાથં લટકતો મળી આવ્યો હતો. જેને આ હાલતમાં જોઇ પરિવારના લોકો એકદમ ચોંકી ઉઠયા હતા. અને આ અંગે સાણંદ શહેર પોલીસને જાણ કરી હતી.જાણ થતાં પોલીસ ધધટનાસ્થળ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mfY86u
via IFTTT

Post a Comment

Previous Post Next Post