
નારણપુરામાં ચોંકાવનારી ઘટના
સ્કૂલ સમયથી દોસ્તી પછી થયેલા પ્રેમસંબંધ તોડી નાંખતા પૂર્વ પ્રેમી છરીના ઘા ઝીંકી પલાયન થયો
અમદાવાદ : સ્કૂલ સમયથી મિત્ર પછી પ્રેમિકા બનેલી યુવતીએ સંબંધ તોડી નાંખતા ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પૂર્વ પ્રેમિકા અને તેના મિત્રને છરીના ઘા ઝીંક્યા હતા. નારણપુરામાં બનેલી ચોંકાવનારી ઘટનામાં આરોપીની શોધખોળ ઔચાલે છે.
એલીસબ્રિજમાં રહેતા મોલીબહેન વૈષ્ણવ (ઉ.વ. 24) ખાનગી કંપનીમાં ટીમ લિડર તરીકે નોકરી કરે છે. સોસાયટી નજીક જ રહેતા અંકીત રાજુભાઈ પ્રજાપતિ સાથે સ્કૂલ સમયથી મિત્રતા પછી પ્રેમ થયો હતો. ગુસ્સાવાળો અને વહેમિલો સ્વભાવ હોવાથી મોલીએ અંકીત સાથે ત્રણ વર્ષથી સબંધ કાપી નાંખ્યો હતો.
તા. 23ના સાંજે નોકરી પૂર્ણ કરી મોલીબહેન તેના સ્ટાફના બે મિત્રો હર્ષિલ જનકભાઈ શાહ અને કેતન સુનિલભાઈ વાઘેલા સાથે હિમાલયા મોલમાં ડીજે પાર્ટીમાં જવા નીકલ્યા હતા. નારણપુરાના અમી કુંજ ચાર રસ્તા પાસે અંકીતે હર્ષિલની એક્ટિવા રોકાવી હતી. ઝઘડો કરી ગાળાગાળી કર્યા પછી અંકીતે છરી કાઢી હતી.
અંકીતે તેની પૂર્વ પ્રેમિકા મોલીબહેનને પેટ, છાતી અને હાથ ઉપર છરીના આઠેક ઘા ઝીંકી દીધા હતા. આ સમયે હર્ષિલે તેને રોકવાનો પ્રયાસ કરતાં તેને પણ છાતી અને પેટમાં ખરીના ઘા માર્યા હતા. આ સમયે જ કેતન તથા અન્ય લોકો આવી જતાં અંકીત બાઈક લઈને નાસી છૂટયો હતો.
આ અંગે નારણપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પી.આઈ. એ.જી. જાદવે જણાવ્યું કે, યુવતી અને તેના મિત્ર ઉપર છરીથી હુમલો કરી નાસી છૂટેલા પૂર્વ પ્રેમી અંકિત પ્રજાપતિને ઝડપી લેવા કાર્યવાહી ચાલી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GkI64e
via IFTTT
Post a Comment