
- અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની રજુઆત
- કપાસ, તલ, બાજરી, મગફળીના પાકમાં ધોવાણ, છોડ આડા પડી જતા ગુણવત્તા-ઉત્પાદન ઘટવાની વકી
જિલ્લામાં સિઝનની શરૂઆતમા ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં જિલ્લામાં ખરીફ પાકની વાવણી થઇ છે. જેમાં કપાસ, તલ, બાજરી, મગફળનું વાવેતર કર્યું હતું. જોકે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ તેમજ વાવાઝોડાની સ્થિતિને લઇને પાકમા વ્યાપક નુકશાન પહોંચ્યુ છે.
પરિણામે ધરતીપુત્રોને ખેતીકાર્યો પાછળ કરેલો ખર્ચ એળે જતા લમણે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે.
આ પરિસ્થિતિને લઇને ધંધુકાના ધારાસભ્ય રાજુભાઇ ગોહીલે મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે. જેમાં ધંધુકા વિધાનસભા મત વિસતારમાં આવેલા ધોલેરા, ધંધુકા, બરવાળા, રાણપુર સહિતના વિસ્તારતમાં વરસાદ ખેંચાતા ખેડુતોએ કપાસ, તલ, બાજરી, મગફળીનું વાવેતર કરી ખેડુતોએ બિયારણ, ખાતર, દવા, ડીઝલનો મોટો ખર્ચા કરી બોર, કુવામાંથી પાણી સીચાઈ માટે લીધુ હતું. પરતું છેલ્લા પંદર દિવસથી સતત વરસાદ પડતા ખેતીને નકશાન થયું છે. ખેડુતોના મોમા આવેલો કોળીયો છીનવાયો છે. ત્યારે સરકાર આ બાબત ગંભીરતાથી લઈ સર્વે કરાવી ખેડુતોને યોગ્ય વળતર આપવા માંગણી કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZN4D9l
via IFTTT
إرسال تعليق