માંડલમાં હોમગાર્ડની 6 ઉમેદવારોની ભરતીમાં 58 અરજી નોંધાઈ


- હોમગાર્ડની ભરતીમાં માંડલ-વિઠલાપુરના યુવાઓમાં થનગનાટ

- સરકારી નોકરી મેળવવા માટે યુવાઓએ પ્રેકટીસ શરૂ કરી દીધી

માંડલ : અમદાવાદ જિલ્લાની માંડલ તાલુકામાં હોમગાર્ડની છ ઉમેદવારોની ભરતી માટે ૫૮ જેટલી અરજીઓ આવી છે અને માંડલ આસપાસના ઉમેદવારો ભરતી માટે પ્રેકટીસ કરી રહ્યા છે. 

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગમાં ભરતીઓ જાહેર કરવામાં આવી છે પોલીસ કોન્સ્ટેબલથી લઈને હોમગાર્ડ સુધીની હજારો ભરતીઓમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે હાલ નવનિયુક્ત સરકારના મંત્રી દ્વારા રાજ્યમાં દરેક જિલ્લા લેવલે હોમગાર્ડની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં અમદાવાદ જિલ્લામાં માંડલ યુનિટમાં ૬ ઉમેદવારો અને વિઠલાપુર યુનિટમાં પણ  તાલુકામાં કુલ ૧ર ઉમેદવારોનું સીલેક્શન કરવાનું છે અને જેનું મેન્યુઅલી ફોર્મ ભરીને તાલુકા હોમગાર્ડની યુનિટ કચેરીઓમાં જમા કરાવવાનું છે ત્યારે આ ભરતીમાં ૧૦ પાસ, રહેઠાંણનો પુરાવો, પોલીસ સ્ટેશનથી ૮ કિ.મીની હદ હોવી જોઈએ, એન.સી.સી અથવા કોમ્પ્યુટર તાલીમ લીધેલા યુવાનોને અગ્રીમતા આપવામાં આવશે. આ પ્રકારના ડોક્યુમેન્ટ સબમીટ કરવામાં આવશે જેટલાં ઉમેદવારોએ ફોર્મ ભરેલા હશે તેવા લોકોને જિલ્લા લેવલે ફીઝીકલી પરીક્ષા પણ આપવાની છે  માંડલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ૬ ઉમેદવારોનું સીલેક્શન કરવાનું છે અને હાલ પ૮ જેટલી અરજીઓ આવી ગઈ છે તેવી માહિતિ તાલુકા હોમગાર્ડ કમાન્ડર દ્વારા મળી હતી જોકે રાજ્યમાં ભરતીઓની મોસમ શરૂ થતાં માંડલ તાલુકાના યુવાનોમાં તનતોડ મહેનત શરૂ કરી દેવાઈ છે અને સરકારી નોકરીઓ મેળવવા યુવાનો થનગની રહ્યાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XPHbYf
via IFTTT

Post a Comment

أحدث أقدم