સૌરાષ્ટ્રમાં નકલી ઘી નો ધીકતો ધંધો, ગોંડલમાંથી 4પ લાખનો જથ્થો જપ્ત


નકલી ઘીમાં સુંગધ લાવવા પામની સાથે ફલેવરનું થતું મિશ્રણ, ગોંડલમાં દસ દિવસમાં બીજો મોટો જથ્થો સીઝ 

રાજકોટ : સૌરાષ્ટ્રમાં સફેદ દૂધનાં કાળા કારોબાર બાદ નકલી ઘી નો ધીકતો ધંધો પૂર બહાર ખીલ્યો હોવાનું સામે આવી રહયુ છે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરી ભેળસેળ વાળા ઘીનો મોટો વેપાર કરવામાં આવી રહયો છે.

નકલી ઘી નાં વેપારમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ જાણે હબ બન્યુ છે ટુંકા ગાળામાં જ ગોંડલમાંથી ડુપ્લીકેટ ઘી નો મોટો જથૃથો ઝડપાયો છે. એક પેઢી પર દરોડા દરમિયાન આશરે 4પ લાખનો નકલી ઘી નો જથૃથો જપ્ત કરવામાં આવ્યો છે. 

ગોંડલ અને આસપાસનાં ઈન્ડસ્ટ્રીયલ એરીયામાંથી દસેક દિવસ પહેલા જ ડુપ્લીકેટ ઘી ની એક ફેકટરી પકડી પાડવામાં આવી હતી અને આશરે રૂ. 7 લાખનો જથૃથો સીઝ કરવામાં આવ્યો હતો

દરમિયાન ગઈકાલે માલધારી હોટલ પાછળ આવેલી શ્રી રામ ફેટ અને પ્રોટીન નામની એક પેઢી પર ફૂડઝ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી ગાયનાં ઘી નાં પ00  એમએલ, 1  લીટર , ર લીટર અને 1પ કિલોનાં લુઝ ઘી અને પેકીંગનાં મળી આઠ સેમ્પલ લેવાયા હતા. 3 સેમ્પલ એડલ્ટરન્ટ, બે પામ અને ફલેવરનાં એક સેમ્પલ પણ લેવાયા હતા.

ફૂડઝ વિભાગનાં અિધકારીઓનાં જણાંવ્ય મુજબ ભેળસેળની શંકાનાં આધારે 1ર700 લીટર ઘી નો જથૃથો સીઝ કરવામાં આવ્યો છે જેની કિંમત આશરે રૂ. 4પ લાખ થાય છે. સેમ્પલને લેબમાં પૃથૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે. ગોંડલ અને આસપાસનાં એરીયામાં નકલી ઘી ની કેટલીક ફેકટરીઓ ધમ ધમી રહી હોવાનું સામે આવી રહયુ છે.

 ચારેક મહિના અગાઉ એક અમુલ ઘી નાં નકલી ઘી નાં ડબ્બા અને એક પાઉચ પકડાયુ હતુ આ અંગે સહકારી ડેરીનાં સંચાલકોએ પોલીસમાં જાણ કરતા કેટલાક શખ્સોને પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ બજારમાં  ચોખ્ખા ગાયનાં ઘી નાં રૂ. 4પ0 ની આસપાસ ભાવ છે જયારે નકલી ઘી વેચનારા આકર્ષક પેકીંગ અને ઓછા ભાવની લાલચ આપીને વેચતા હોવાનું ડેરી ઉધોગ સાથે સંકળાયેલા લોકોએ જણાંવ્યુ હતુ.

સૌરાષ્ટ્રમાં ખંભાળીયાનું ઘી વિખ્યાત છે ત્યારે કેટલાક લોકો ખંભાળીયાનાં ઘી નાં નામે પણ છેતરપિંડી કરતા હોવાની ફરિયાદો વધી રહી છે આવી સિૃથતિમાં લોકોને સસ્તાની લાલચમાં ન આવી ભરોસાપાત્ર સૃથળેથી દૂધ - ઘી ખરીદવા આ ઉધોગ સાથે જોડાયેલા અપીલ કરી રહયા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m64Bls
via IFTTT

Post a Comment

Previous Post Next Post