પેરામેડિકલના 47 હજાર વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રિયા પણ NEET રિઝલ્ટ પછી


રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયાને મહિનો થઈ ગયો પરંતુ 

હજુ મેરિટ પણ જાહેર થયું નથી : નીટ રિઝલ્ટ બાદ હવે  દિવાળી પછી મેડિકલ-ડેન્ટલ સાથે પ્રવેશ પ્રક્રિયા થશે

અમદાવાદ : પેરામેડિકલમાં આ વર્ષે સૌથી વધઉ 47 હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે ત્યારે પ્રવેશ પ્રક્રિયા નીટના પરિણામને લઈને વિલંબીત થઈ રહી છે.જેને લીધે માત્ર પેરામેડિકલમાં જ પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.

પેરામેડિકલ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ થયાને મહિનો થઈ ગયા બાદ પણ હજુ સુધી મેરિટ પણ જાહેર કરાયુ નથી.હવે દિવાળી વેકેશન બાદ જ પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામા આવશે અને મેડિકલ-ડેન્ટલ સાથે પ્રવેશ  પ્રક્રિયા કરવી પડશે. 

ધો.12 સાયન્સ પછીના બોર્ડના પરિણામ આધારીત ફીઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, ઓક્ઝિલરી નર્સિંગ, જનરલ નર્સિંગ, ઓર્થોટિક્સ અને ઓપ્ટોમેટ્રી સહિતના આઠ પેરામેડિકલ કોર્સીસમા પ્રવેશ માટે સરકારની અલગ પ્રવેશ સમિતિ છે.

જેના દ્વારા સપ્ટેમ્બરમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને 28મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10 હજારથી વધુનું રજિસ્ટ્રેશન વધ્યુ છે અને 47250 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.રજિસ્ટ્રેશન પૂર્ણ થયાને મહિનો થઈ ગયો છે પરંતુ મેરિટ હજુ સુધી જાહેર કરાયુ નથી.

કારણકે હજુ સુધી નીટનું પરિણામ જાહેર થયુ નથી. નીટનુ પરિણામ જાહેર થયા બાદ જો કોઈ વિદ્યાર્થીને ઓછો સ્કોર હોય અને પેરામેડિકલના કોર્સીસમાં પ્રવેશ લેવો હોય તો તેઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરી શરૂ કરવુ પડે તેમ છે. નીટના પરિણામમાં વિલંબ થતા પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયા પણ અધ્ધરતાલ થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીઓને ધો.12 સાયન્સના પરિણામના આધારે માત્ર નર્સિંગ-ફીઝિયોથેરાપીમા જ જવુ છે તેવા વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ રહ્યા છે.વિદ્યાર્થીઓ-વાલીઓમાં એવી પણ માંગ ઉઠી છે કે મેરિટ જાહેર કરીને દિવાળી  પહેલા એક રાઉન્ડ કરી દેવાયો હોત તો ઓછા પેરામેડિકલમાં જ જવા માંગતા વિદ્યાર્થીઓનું ભણવાનુ શરૂ થઈ શક્યુ હોત.

જો કે સરકારની સૂચનાથી પ્રવેશ સમિતિ દ્વારા મેરિટ પણ જાહેર થયુ નથી અને પ્રવેશ કાર્યક્રમ પણ જાહેર કરાયો નથી. હવે દિવાળી વેકેશન બાદ જ મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી સાથે પેરામેડિકલના આઠ કોર્સની પ્રવેશ પ્રક્રિયા સમાંતર ચલાવવામા આવશે.જેથી નીટ આપનારા પણ ઘણા વિદ્યાર્થીઓ પેરામેડિકલમાં પ્રવેશ લે તેવી શક્યતા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CuSy6U
via IFTTT

Post a Comment

أحدث أقدم