
ભાજપનો પ્રતિષ્ઠા, કોંગ્રેસનો અસ્તિત્વ, આપનો એન્ટ્રી માટે જંગ
નવા સીમાંકન સાથે 2.82 લાખ મતદારો માટે ઉભા કરાયેલા ર84 મતદાન મથકો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવાઈ
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની નવા સીમાંકન સાથે 11 વોર્ડની 44 બેઠકો માટે આવતીકાલ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અન્ય પક્ષ, અપક્ષો મળી 16ર જેટલા ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા છે ત્યારે ર.82 લાખ મતદારોના હાથમાં આ ઉમેદવારોનું ભાવી છે.
આ ચૂંટણીમા ભાજપ માટે પ્રતિષ્ઠા, કોંગ્રેસ માટે અસ્તિત્વ અને આપ માટે એન્ટ્રીનો પ્રશ્ન છે ત્યારે ચૂંટણી તંત્રએ ર84 મતદાન મથકો ઉપર સઘન સલામતી વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન કરવા કવાયત હાથ ધરી છે. સમગ્ર રાજયમાં છેલ્લા વીસ દિવસથી પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જ ચર્ચા ચાલી રહી હતી ત્યારે આખરે ચુંટણી આવી ગઈ છે.
ગાંધીનગર કોર્પોરેશનમાં 145130 પુરૂષ અને 136758 સ્ત્રી મતદારો મળી કુલ ર81897 મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. કોર્પોરેશનમાં અત્યાર સુધી 58 ટકા જેટલું મતદાન વધુમાં વધુ થયું છે ત્યારે કોરોના કાળ પછી યોજાઈ રહેલી આ ચુંટણીમાં રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં સફળ થાય છે કે નહીં તે પણ જોવું રહયુું.
બુથ મેનેજમેન્ટમાં અત્યાર સુધી તમામ પક્ષોમાં ભાજપ આગળ રહયું છે અને આ ચૂંટણીમાં પણ પેજ પ્રમુખોને કામે લગાડી વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવનાર છે. તો તમામ ર84 જેટલા મતદાન મથકો ઉપર ચુસ્ત સલામતી બંદોબસ્ત સાથે ઈવીએમ મશીન પહોંચાડી દેવામાં આવ્યા છે.
આ ચૂંટણી દરમ્યાન 1775 જેટલો પોલીંગ સ્ટાફ અને 1270 જેટલા પોલીસ જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. કોર્પોરેશનની આ ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રએ પણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગાંધીનગર કોર્પોરેશનનો આ ચૂંટણી જંગ ભાજપ માટે પ્રતિષ્ઠા, કોંગ્રેસ માટે અસ્તિત્વ અને આમ આદમી પાર્ટી માટે એન્ટ્રીનો જંગ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3D6pQJM
via IFTTT
إرسال تعليق