ક્રેડિટ ફેસિલિટીના આધારે રૂ.114 કરોડની લોન લઇને છેતરપિંડી કરી


નડિયાદની કંપનીના સંચાલકો સામે ફરિયાદ

સીબીઆઇ  ટીમના અમદાવાદ,  નડિયાદ અને બાવળા સ્થિત છ સ્થળોએ દરોડા

અમદાવાદ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા નડિયાદ સ્થિત કંપનીના ડીરેર્ક્ટ્સ સામે રૂપિયા 114 કરોડની છેતરપીંડીનો ગુનો દાખલ કરાયો છે. કંપનીના ડીરેક્ટર્સ સામે આરોપ છે કે તેમણે વિવિધ બેંકોની ક્રેડીટ ફેસેલીટીનો ઉપયોગ કરીને બેંકો સાથે રૂપિયા 114 કરોડ લોન લઇને ભરપાઇ કરી નહોતી. 

નડિયાદની એક  ખાનગી કંપની અને તેના ડીરેક્ટર્સ વિરૂધૃધ થયેલી અરજી સંદર્ભમાં   સીબીઆઇ દ્વારા   રૂ.114 કરોડની છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે.  ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે કે  કંપનીના ડીરેક્ટર્સ દ્વારા બેંક ઓફ બરોડા , યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને કોર્પોરેશન બેંકની  ક્રેડીટ ફેસેલેટીનો ખોટો ઉપયોગ કરીને  વર્ષ 2010 થી  2015 દરમિયાન લોન લીધી  હતી. 

લોન લેવા માટે ખોટા દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આમ. બેંકોને કરોડોનું નુકશાન કરાવ્યું હતું.  સીબીઆઇની અલગ અલ ગ ટીમ દ્વારા અમદાવાદ, નડિયાદ અને બાવળામાં છ સૃથળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.  ત્યારે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nB2QfI
via IFTTT

Post a Comment

أحدث أقدم