વડોદરા,ગોત્રી વિસ્તારમાં રહેતી ધો.૧૦ ની વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જ્યારે અન્ય એક બનાવમાં કરોડિયારોડ પર રહેતા યુવાને પણ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ હતું.
ધો.૧૦ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની કિશોરીના ઘરે ગઇકાલે એકતરફ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી.ત્યારે બીજી તરફ તેણે ઘરના ઉપરના માળે રૃમમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કરોડિયારોડ નિલેશનગરમાં રહેતા ૪૦ વર્ષના અશ્વિન વસંતલાલ પંચાલ છૂટક ડ્રાયવિંગ કરે છે.છ મહિના પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા હતા.અને પુત્રીને લઇને પત્ની જતી રહી હતી.ગત રાતે તેને રૃમમાં પંખા પર સુતરના દોરાથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.પત્ની સાથે થયેલા છૂટાછેડાના કારણે હતાશ થઇને તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mO92Cg
via IFTTT
Post a Comment