સી.એ. પત્નીએ પગાર આપવાનો ઇન્કાર કરતા પતિએ મારઝૂડ કરી ધમકી આપી

અમદાવાદ,બુધવાર

ચિલોડા વિસ્તારમાં રહેેતી અને સી.એ. તરીકે નોકરી કરતી પરિણિતાએ પગાર આપવનો ઇન્કાર કરતા પતિએ મારઝૂડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, એટલું જ નહી મહિલાના માતા-પિતા મળવા આવ્યા તો કાઢી મૂક્યા બાદ કેમ બોલાવ્યા હતા કહીને માર મારતા મહિલાએ પૂર્વ મહિલા પોલીસ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ કરી છે.

ઘરમાં નોકરાણી જેવું  વર્તન કરતા ઃ માતા પિતા  મળવા  આવ્યા તો કાઢી મૂક્ી ને  કેમ બોલાવ્યા  કહી ચિલોડાની પરિણિતા સાથે  મારઝૂડ કરી, પૂર્વ  મહિલા પોલીસે પતિ  સામે ગુનો નોંધ્યો

આ કેસની વિગત એવી છે કે  નાના  ચિલોડા વિસ્તારમાં નંદીગ્રામ પાસે રાધા ક્રિષ્ણ બંગલોઝમાં રહેતા અને સી.એ. તરીકે નોકરી કરતા જુહીબહેન કપિલકુમાર બેરવાની (ઉ.વ.૨૭)એ પૂર્વ મહિલા  પોલીસ સ્ટેશનમાં નાના ચિલોડા નવનીલ પાટી પ્લોટ પાછળ પુષ્કર હોમ ફ્લેટમાં રહેતા પતિ કપિલભાઇ મોહનલાલ બેરવાની સહિત બે સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૮માં લગ્ન થયા હતા લગ્નના બે મહિના સુધી સારી રીતે રાખવામાં આવતા હતા. પતિ નોકરીમાં આવતો પૂરો પગાર  આપવાની વાત કરતા હતા અને તારે અડધો નહી આખો પગાર આપવાની વાત કરીને કહેતા હતા કે તારો પગાર  જોઇને જ મેં લગ્ન કર્યા હતા. મહિલાએ આખો પગાર આપવાની ના પાડતા મારઝૂડ કરતા હતા.

ત્યારબાદ દંપતિ ૨૦૧૯માં આફ્રિકા ગયા હતા ત્યાં પણ પતિ  મારઝૂડ કરીને  મંારી નાંખવાની ધમકી આપીને  આખો પગાર પડાવી લેતા હતા. દંંપતિ તાજેતરમાં અમદાવાદ પરત આવ્યા હતા અને અહિ આવીને પણ ઘરમાં નોકરાણી જેવું વર્તન કરતા હતા. એટલું  જ નહી માતા -પિતાને મળવા પણ દેતા ન હતા,  જો કે ફરિયાદીને મળવા માટે માતા પિતા આવ્યો તો કાઢી મૂક્યા હતા અને માતા-પિતાને કેમ બોલાવ્યા કહી તકરાર કરીને મહિલા સાથે મારઝૂડ કરી હતી અને હવે હુ તેને મૂકીને વિદેશ જતો રહીશ અને ક્યારેય પરત નહી આવું કહીને માનસિક શારિરીક ત્રાસ આપતા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kVwxbn
via IFTTT

Post a Comment

Previous Post Next Post