
- તાલુકા પંચાયત કચેરી સંકુલમાં વિરોધ પ્રદર્શન કરાશે
- તલાટીઓની વિવિધ માંગોને લઈ થઇ રહેલો વિરોધ યથાવત, ન્યાય માટે સરકાર સામે ઝઝુમવાનો નિર્ણય
આજરોજ માંડલ મામલતદાર કચેરીમાં ફરી એકવાર તાલુકાના તલાટીઓ એકઠાં થઈ મામલતદાર પાસે લેખિતમાં ધરણાં પ્રદર્શન અને પોસ્ટર અભિયાન ચલાવવા માટે મંજુરી માંગી હતી. જેમાં માંડલ તલાટી મંડળના પ્રમુખ લાલભાઈ સહિતનાઓએ જણાવ્યું હતું કે, આગામી ૧ લી ઓક્ટોબરથી માંડલ તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાં સરકારનો વિરોધ કરવાનો છે. જેમાં સરકાર વિરોધી પોસ્ટર અને ધરણાં પ્રદર્શનોના કાર્યક્રમો યોજાશે. રાજ્યમાં તલાટી મંડળોની માંગોને લઈ સરકાર સામે તા.ર૭ ને સોમવારે ફરી એકવાર તલાટી મંડળોએ વિરોધ કર્યો હતો તલાટી મંડળની મુખ્ય માંગણી છે કે, ર૦૦૪ ની ભરતીમાં નોકરીનો સમયગાળો સળંગ ગણવો, મળવાપાત્ર પ્રથમ-દ્વિતિય પગાર ધોરણ, રેવન્યુ મહેસુલ તલાટીઓને પંચાયતમાં મર્જ કરવા, એક ગામ એક તલાટી, આધુનિક ઉપકરણોથી હાજરીના પુરાવા રદ્દ કરવા, અન્ય કામગીરી નહીં સોપવી બીજા અનેક મુદ્દાઓ પર તલાટી મંડળોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uixDkg
via IFTTT
إرسال تعليق