સહકારી ક્ષેત્રની મદદથી જ ગરીબ કલ્યાણ-અંત્યોદય શક્ય બનશે


દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલન

સહકારના માધ્યમથી આપણે સહુ એક થઈશું તો પ્રચંડ તાકાતનું નિર્માણ કરી શકીશું : અમિત શાહ

અમદાવાદ : સહકાર ક્ષેત્ર વિના ગરીબોનું કલ્યાણ અને અત્યોદય શક્ય નથી, એમ આજે દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં સમગ્ર દેશમાંથી એકત્રિત થયેલા સહકારી આગેવાનોને સંબોંધન કરતાં કેન્દ્રના સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. દેશના કરોડો ખેડૂતો, વંચિતો, દલિતો અને ઉપેક્ષિતો તથા મહિલાઓનો વિકાસ સહકારી ક્ષેત્રના વિકાસની મદદથી જ શક્ય બનશે. પંડિત દિનદયાળજીએ પણ અંત્યોદયની વાત કરી હોવાની યાદ આજે તેમના જન્મદિન નિમિત્તે અમિત શાહે કરાવી હતી.  

ભારત દેશના પ્રથમ સહકાર મંત્રીનો હોદ્દો મળતા ગૌરવની લાગણી અનુભવતા અમિત શાહે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ બાદ સહકારી ક્ષેત્રના વિકાસની સૌથી વધુ જરૂર જણાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર વિભાગની ખાસ રચના કરી છે. સહકારી ક્ષેત્રની અત્યાર સુધી થતી આવેલી ઉપેક્ષા આગામી દિવસોમાં થતી જોવા મળશે નહિ. 

તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રના માધ્યમથી એક થઈને આપણે આગળ વધીશું તો પ્રચંડ તાકાત નિર્માણ કરી શકીશું અને તેના થકી જ સહકારથી સમૃદ્ધિ સુધીના સૂત્રને સાકાર પણ કરી શકીશું. દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયનનું બનાવવામાં પણ સહકારી ક્ષેત્રમ ોટો ફાળો આપી શકે છે. ગ્રામીણ સમાજ અને અર્થતંત્રની પ્રગતિમાં મોટું યોગદાન આપી શકે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CISFeY
via IFTTT

Post a Comment

Previous Post Next Post