અમદાવાદ,તા.29 સપ્ટેમ્બર 2021, બુધવાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમા ૩૨ કિ.મી.લાંબી ચંડીરસ-ભીલડી રેલવે લાઇને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ પૂર્ણ થયું છે. જેના અનુસંધાને આ બ્રોડગેજ-ડબલ લાઇન પર ટ્રેનની ટ્રાયલ સ્પીડ રખાઇ હતી.
તા.૨૭ અને તા.૨૮ સપ્ટેમ્બરના રોજ રેલવેના સુરક્ષા અધિકારીએ ટ્રેકનું નિરિક્ષણ કર્યું હતું. ગતિ મર્યાદાની ચકાસણીમાં ૧૨૫ કિ.મી.પ્રતિ કલાકની ઝડપ ટ્રેનની જોવા મળી હતી.
પાલનપુર-સામખ્યાલી રેલવે લાઇન પર ટ્રેન હવે પ્રારંભિક સ્ટેજે ૯૫ કિ.મી.ની ઝડપે દોડશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y3b9rp
via IFTTT
Post a Comment