
ગિફ્ટમાં 65 ટકા ખુલ્લો ગ્રીન વિસ્તાર છે અને 100 ટકા રોડ કનેક્ટિવિટી, ગ્રીન મેન્ડેટ અને એલઇડી લાઇટિંગની કાર્યક્ષમતા હાંસલ કરી છે
ગાંધીનગર : ભારતના એકમાત્ર ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી), ગિફ્ટ સિટીને સીઆઇઆઇ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) તરફથી ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાના વિકાસ માટે ગ્રીનર માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન તથા અમલીકરણ માટે ગ્રીન સિટીઝ પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.
ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે કે જેણે આઇજીબીસી ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગ મેળવ્યાં છે. ભારતીય અને વૈશ્વિક કંપનીઓ ગિફ્ટ સિટીને તેમના પર્યાવરણ અને ટકાઉપણાના લક્ષ્યાંકો સાથે આદર્શ ડેસ્ટિનેશન ગણે છે.
ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પ્રોજેક્ટમાં અપનાવાયેલી વિવિધ પહેલોને માન્યતા આપે છે, જેમાં શહેરમાં એકીકૃત જમીનનો ઉપયોગ, કોમ્પેક્ટ સિટી ડેવલપમેન્ટ, 35 ટકા જાહેર અને ખુલ્લો વિસ્તાર, વાસ્તવિક આવાસ, બીઆરટીએસ સાથે પરિવહનલક્ષી વિકાસ, મેટ્રો રેલ કનેક્ટિવિટી, સ્ટ્રીટસ્પેસ સાથે 100 ટકા રોડ નેટવર્ક તથા 100 ટકા ગ્રીન મેન્ડેટ સામેલ છે.
ગિફ્ટ સિટીએ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ અને 100 ટકા એલઇડી લાઇટિંગ દ્વારા વ્યૂહાત્મક આયોજનથી ઉચ્ચ ઉર્જા કાર્યક્ષમતા હાંસલ કરી છે. સિટીએ પીવાના પાણીમાં 35 ટકાનો ઘટાડો તેમજ ગંદા પાણીના 100 ટકા ટ્રીટમેન્ટ અને પુન:ઉપયોગ દ્વારા જળ વ્યવસ્થાપન અપનાવ્યું છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની મહત્વતાને જોતાં ગિફ્ટ સિટીએ ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન અને સેગ્રીગેશન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ કહ્યું હતંસ કે, ગિફ્ટ સિટીના સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ માટેના વિઝનમાં સાતત્યતા સાથે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પ્રભાવોને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે.
આઇજીબીસી ગ્રીન સિટી રેટિંગ સિસ્ટમ હેઠળ પ્લેટિનમ રેટેડ સિટી તરીકે માન્યતા શહેરના અદ્યતન માળખા, ડિઝાઇન પ્રોજેક્ટ અમલીકરણનો પુરાવો છે, જે વૈશ્વિક કંપનીઓને ગિફ્ટ સિટીમાં તેમનો આધાર સ્થાપિત કરવા માટે આકર્ષિત કરે છે, જે ટકાઉપણા પ્રત્યેની તેમની કટીબદ્ધતા સાથે સુસંગત છે.
આઇજીબીસીના ચેરમેન વી સુરેશે કહ્યું હતું કે, આઇજીબીસીની ગ્રીન રેટિંગ સિસ્ટમ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને સંબોધિત કરવા ડિઝાઇન કરાઇ છે તેમજ પ્રોજેક્ટ્સને યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. દેશમાં હાલ 6,540થી વધુ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ 7.82 બિલિયન ચોરસ ફૂટ ગ્રીન બિલ્ડિંગ ફુટપ્રિન્ટ સાથે બિલ્ડિંગ્સ અને બિલ્ટ-એનવાયર્નમેન્ટ માટે આઇજીબીસી ગ્રીન સ્ટાન્ડર્ડ્સને અપનાવી રહ્યાં છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n3xQGL
via IFTTT
إرسال تعليق