
સરકારની પાંચ કંપની બિન કાર્યક્ષમ, જ્યારે સાત કંપનીએતો નાદારી જાહેર કરી છે
ગાંધીનગર : ગુજરાત સરકારના જાહેર સાહસો તેમના હિસાબ ઓડીટ સમયસર આપી શકતા નહીં હોવાની વિગતો સામે આવી છે. આવા સાહસો અને કંપનીઓની સંખ્યા 41 થવા જાય છે. આ જાહેર સાહસો અને કંપનીમાં ગુજરાત એસટી નિગમ, ઔદ્યોગિક વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનનો પણ સમાવેશ થાય છે.
વિધાનસભામાં નાણાં વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યની પાંચ કંપનીઓ બિન કાર્યક્ષમ જાહેર થયેલી છે જેમાં સ્ટેટ મશીન ટુલ્સ, ટ્રાન્સ રીસીવર્સ, ઇન્ફ્રાસ્ટ્ક્ચર કંપની, નૈની કોલ કંપની અને ગુજરાત સ્ટેટ કન્સ્ટ્રક્શન કંપનીનો સમાવેશ થાય છે. આ કંપનીઓનો વહીવટ બંધ કરી દેવામાં આવ્યો છે, જો કે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત સરકારની જે કંપનીઓએ નાદારી જાહેર કરી છે તેમાં ગુજરાત સ્ટેટ ટેક્સટાઇલ કોર્પોરેશન, ટેક્સફેબ, ફિનટેક્સ, સીલટેક્સ, ગુજરાત લેધર ઇન્ડસ્ટ્રીઝ, જીસીઇએલ અને ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. નાણાં વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ યાદી અમદાવાદ અને રાજકોટ સ્થિત એજી કચેરી દ્વારા આપવામાં આવેલી છે.
ગુજરાતના જે જાહેર સાહસો તેમના ઓડીટ હિસાબો નિયમિત આપતાં નથી તેમાં જીઆઇઆઇસી, સ્ટેટ હેન્ડલૂમ, એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન, વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોમેટીક્સ લિમિટેડ, ગોપાલક વિકાસ નિગમ, ઠાકોર કોળી વિકાસ નિગમ, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કોર્પોરેશન, વેરહાઉસ કોર્પોરેશન, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, રૂરલ હાઉસિંગ બોર્ડ, રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ થાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ict7PG
via IFTTT
Post a Comment