
ઈજનેરી-ફાર્મસીમાં હવે 28 સપ્ટેમ્બરથી નવું સત્ર
ફાર્મસીમાં 6 હજાર બેઠકો સામે વિદ્યાર્થી ઘણા વધારે ઈજનરી અને ફાર્મસી બંનેમાં ફરી નવા પ્રવેશ કાર્યક્રમ
અમદાવાદ : ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીમાં ે અનેકવારની મુદતો વધ્યા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ઈજનેરીમાં 36216 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે અને ફાર્મસીમાં 15491 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ છે.ફાર્મસીમાં ગત વર્ષ કરતા 4 હજાર જેટલુ રજિસ્ટ્રેશન વધ્યુ છે અને બીજી બાજુ ફાર્મસીમાં બેઠકો માત્ર 6 હજાર જેટલી છે.
ઈજનેરી-ફાર્મસી બંનેમાં ફરી નવા પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવ્યા છે. ડિગ્રી ઈજનેરીમાં 22મી ઓગસ્ટે વધારેલી રજિસ્ટ્રેશન મુદત પણ પૂર્ણ થયા બાદ 12 સાયન્સના વૈકલ્પિક પરીક્ષાના પરિણામને લીધે 26થી27મી સુધી બે દિવસ રજિસ્ટ્રેશન ફરી શરૂ કરાયુ હતુ અને જેમાં એક હજાર જેટલુ રજિસ્ટ્રેશન વધ્યુ છે.
અગાઉ 35226 રજિસ્ટ્રેશન હતુ તે વધીને 36216 થઈ ગયુ છે.આમ ગત વર્ષ કરતા રજિસ્ટ્રેશન 6 હજાર જેટલુ વધ્યુ છે.જ્યારે ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં આ વર્ષે 15491 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ છે અને જે ગત વર્ષ કરતા ઘણુ વધારે છે.ડિપ્લોમા ફાર્મસી અને ડિગ્રી ફાર્મસી બંનેમાં કુલ મળીને બેઠકો 6 હજાર જેટલી જ છે.
પ્રવેશ સમિતિ દ્વારા ઈજનેરી- ફાર્મસી બંને માટે નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે.જે મુજબ ડિગ્રી ઈજનેરીમાં હવે 6ઠ્ઠીએ પ્રોવિઝનલ મેરિટ (ગુજકેટ આધારીત) જાહેર થશે અને 6ઠ્ઠીથી 12મી સુધી મોક રાઉન્ડ થશે .જેનું પરિણામ અને ફાઈનલ મેરિટ 15મીએ જાહેર થશે.15થી 19 સપ્ટે.પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ થશે.22મીએ પ્રથમ રાઉન્ડનું ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર થશે.
ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં નવા પ્રવેશ કાર્યક્રમ મુજબ હવે 9મીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (ગુજકેટ મુજબ) જાહેર થશે અને 9થી14 સપ્ટે. મોકરાઉન્ડ યોજાશે.જેનું પરિણામ અને ફાઈનલ મેરિટ 17મીએ જાહેર થશે.17થી20 સપ્ટે.સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ થશે.
23મીએ પ્રથમ રાઉન્ડનું ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર થશે. ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી બંનેમાં હવે 28મી સપ્ટેમ્બરથી નવા વિદ્યાર્થીઓ માટે પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ થશે.પ્રવેશ પ્રક્રિયામાં અનેક વિક્ષેપોને લીધે વિદ્યાર્થીઓનું ભણવાનું આ વર્ષે દિવાળી બાદ જ વિધિવત શરૂ થાય તેવી શક્યતા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jvf6gP
via IFTTT
إرسال تعليق