કોંગ્રેસનો દાવો, ગુજરાતમાં કોરોનાથી 2.81 લાખ લોકોનાં મોત નિપજ્યાં


કોરોનાથી થયેલા મૃત્યુના પુરાવા આપવા અપીલ

કોંગ્રેસનો આરોપ, રાજ્યની 54 નગરપાલિકાની પાંચ ટકા વસ્તીમાં મૃત્યુઆંક ધારણા કરતાં 480 ટકા વધુ  

અમદાવાદ : કોરોનાની બીજી લહેર વિદાય લીધી છે પણ કોરોનાના મૃત્યુઆંકને લઇને ગુજરાતમાં રાજનીતિ શરૂ થઇ છે. કોંગ્રેસે એવો દાવો કર્યો છેકે, રાજ્યની 68 નગરપાલિકામાં મૃત્યુના આંકડાઓનુ વિશ્લેષણ કરતાં માલુમ પડયુ છેકે,  માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધી 16,892થી વધુ મૃત્યુ થયા છે.

ખરેખર તો ગુજરાતમાં કોરોનાથી 2.81 લાખ લોકોના મોત થયા છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, રાજ્ય સરકાર કોરોનાનો મૃત્યુઆંક 10,075 દર્શાવે છે. હકીકતમાં આ આંકડો ખોટો છે. આરટીઆઇના માધ્યમથી આ માહિતી બહાર આવી છે.

કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ખૂબ આતક નિવડી હતી તેવો ઉલ્લેખ કરતાં વિપક્ષ નેતા ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનામાં  3 લાખથી વધુ લોકો મોતને ભેટયા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 10 હજારના  જ મરણ નોંધાયા છે.

ગત મે મહિનાના પહેલા અઠવાડિયાથી કોંગ્રેસ દ્વારા સોશિયલ ઓડિટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કોંગ્રસના ધારાસભ્યો રાજ્યના 18 હજાર ગામોમાં પહોચ્યા હતાં. 'ગુજરાત બચાવો અભિયાન અંતર્ગત આરટીઆઇ આધારે માહિતી મેળવવામાં આવી છે. જેમાં મૃત્યુનોંધની રજિસ્ટર્ડ કોપીઓ મેળવવામાં આવી હતી. 

 હાવર્ડ યુનિવસટીના રિસર્ચ અહેવાલમાં આ આખીય વાત સ્પષ્ટપણે જણાવાઇ છે. રાજ્યની 54 નગર પાલિકામાં પાંચ ટકા વસ્તીમાં મૃત્યુઆંક ધારણા કરતાં 40 ટકા વધુ રહ્યો હતો. વર્ષ 2019માં  દર મહિનામાં મૃત્યુઆંક 2500થી વધ્યો નથી. જયારે 2020માં જૂનમાં મૃત્યુઆંક 4 હજાર રહ્યો છે. જાન્યુઆરીથી એપ્રિલ 2021માં નોંધાયેલા મૃત્યુ 17882 હતા.

પાછલા બે  વર્ષની સરખામણીમાં મરણઆંકમાં 102 ટકાનો વધારો થયો છે.50થી 60 વયના લોકોમાં મૃત્યુ પ્રમાણ 164 ટકા રહ્યુ હતુ જયારે 40-50 વયના લોકોનુ મૃત્યુ પ્રમાણ 152 ટકા રહ્યુ હતું. પુરુષોનુ મૃત્યુના પ્રમાણ 107 ટકા અને મહિલાઓનુ મૃત્યુ પ્રમાણ 103 ટકા રહ્યુ હતુ. ધાનાણીએ માંગ કરી કે, કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છુપાવવાની ભૂલ ના કરે. તજજ્ઞાોના મતે આગામી દિવસોમાં ત્રીજી લહેર આવી શકે છે.

રાજ્યના 8 મહાનગરો, 256 તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં મૃત્યુની નોંધણી થઈ છે ત્યારે રાજ્ય સરકારે કોરોનાનો સાચો મૃત્યુઆંક જનતા સમક્ષ રજૂ કરવા જોઈએ. કોંગ્રેેસ કોરોના મૃતકના પરિવારજનોને રૂા.4 લાખ વળતર, રહેમરાહે નોકરી આપવા માંગ કરી છે. કોંગ્રેસે સમગ્ર પ્રકરણમાં કાયદાકીય લડત લડવા પણ તૈયારીઓ આદરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kKRqVr
via IFTTT

Post a Comment

Previous Post Next Post