વિરમગામમાં શહીદબાગ આગળની 22 દુકાનો તોડી નાખવા તંત્રની તૈયારી


- કેબિનોની જગ્યાએ પાકી દુકાનો બની ગઇ

- પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા વેપારીઓને સામાન ખસેડ લેવા મૌખિક સૂચના અપાઈ

વિરમગામ : વિરમગામ શહેરના માંડલ રોડ ઉપર આવેલ શહીદબાગની કમ્પાઉન્ડ વોલ આગળ અંદાજી ૨૨ જેટલી દુકાનો આવેલ છે. આ દુકાનદાર વહેપારીઓને નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા વહેપારીઓને મૌખિક સૂચના આપી જણાવ્યું હતું કે, તમામ વહેપારીઓએ પોતાનો માલ સામાન ખાલી કરી લેવો. 

આ દુકાનનું ડીમોલેશન કરવાનું હોવાથી તેવું જણાવતા તમામ વહેપારીઓએ ભેગા થઇ ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું હતું કે, થોડો સમય આપવો અને વૈકલ્પીક જગ્યા માટે રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનયી છે કે ઘણા વર્ષો પહેલા નગરપાલિકાની કારોબારી સમિતિ દ્વારા જરૂરી ઠરાવ કરી જે તે સમયે કેબીન મુકવા જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ સમય જતાં એકાદ હાલ કેબીન છે. બાકીની તમામ કેબીનોની જગ્યાએ પાકી દુકાનો બની ગઈ છે. નગરપાલિકાના કારોબારી સમિતિને જમીન ભાડે આપવાનો કે બાંધકામ કરવાની પરવાનગી કરતો ઠરાવ કરવાની સત્તા ન હોવાનું જાણવા મળે છે. આ શહીદબાગની કમ્પાઉન્ડ વોલ એ આવેલ ૨૨ જેટલી દુકાનોનું ડીમોલેશન થશે તો વહેપારીઓને આર્થિક નુકશાન ભોગવાનો વારો આવશે. હાલ તો વિરમગામ શહેરમાં આ પ્રશ્ન ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CX6XbX
via IFTTT

Post a Comment

Previous Post Next Post