
કોરોનાનો ત્રીજો રાઉન્ડ હળવો રહે અને બજારમાં સંચારની આશા
જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં છૂટછાટથી ધીમેધીમે પ્રતિબંધો હટે અને જીવનજરૂરી વસ્તુ સિવાયની ખરીદી શરુ થવાની આશા
અમદાવાદ : શ્રાવણ મહિનો ધર્મધ્યાન અને તહેવારોના મહિના તરીકે ઓળખાય છે. પણ, બજારની દ્રષ્ટિએ શ્રાવણ મહિનાથી ખરીદીનો રંગ ઘૂંટાવાનું શરુ થાય છે. શ્રાવણ મહિના પછી ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી સુધી બજારમાં ખરીદીની સિઝન જામે છે.
ગત વર્ષે કોરોનાથી બજાર સાવ સુષ્ક રહ્યાં પછી આ વર્ષે પણ કોરોના કરતાં કોરોનાથી બચવાના પ્રતિબંધોની વધુ અસર બજાર ઉપર જોવા મળી રહી છે. જો કે, સરકારે જન્માષ્ટમી પછી ગણેશોત્સવની ઉજવણીમાં અમુક છૂટછાટ આપતાં બજારમાં ખરીદીની આશા વધુ મજબૂત બની છે.
બજારના સૂત્રો કહે છે કે, ગણેશોત્સવ દરમિયાન બજારમાં કરન્ટ જોવા મળશે તેના આધારે વેપારીઓ નવરાત્રી, દિવાળીમાં ખરીદીનો અંદાજ કાઢીને હોલસેલ ખરીદી કરશે. જો કે, રસીકરણના કારણે કોરોનાનો ત્રીજો રાઉન્ડ હળવો જ રહેશે તેવી ધારણા સાથે બજારમાં સંચાલની આશા માત્ર વેપારીઓ નાગરિકોમાં પણ છે.
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે જીનજીવન અને લોકઉમંગ જાણે ખોડંગાઈ રહ્યાં છે. પહેલા બે રાઉન્ડમાં અંગત વ્યક્તિઓ ભોગ બન્યાં પછી કોરોનાનો ભય એટલો વ્યાપ્ત બન્યો છે કે, ત્રીજો રાઉન્ડ આવશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. જો કે, રસીકરણ ઝડપી અને વ્યાપક બનાવવામાં આવતા ત્રીજા રાઉન્ડની અસરો ઓછી ઘાતક રહેવાની આશા સેવાઈ રહી છે. આ કારણે જ જનજીવનમાં ફરી સંચાર જોવા મળી રહ્યો છે.
વિતેલો સમય ગમે તેવો ગયો હોય પણ આવનારો સમય ગમે એવો જાય એ આશા સાથે સહુ કોઈ જીવનચર્યા સામાન્ય બનાવવા સાથે જ હવે ઉમંગ બેવડાય તે દિશામાં આગળ ધપી રહ્યા ંછે. એવામાં જન્માષ્ટમી અને પછી ગણેશોત્સવના તહેવારોથી આ ઉમંગ અનેકગણો વધવાની આશા સેવાઈ રહી છે. ખાસ કરીને બજારમાં એવી આશા વ્યક્ત થઈ રહી છે કે, ગણેશોત્સવથી દિવાળી સુધીની ખરીદી ખુલવાની આશા છે.
બજારના સૂત્રોનું કહેવું છે કે, દર વર્ષે શ્રાવણ મહિનાથી ધાર્મિક વાતાવરણ સાથે જ બજારમાં ચમક આવવાની શરુઆત થઈ જાય છે. શ્રાવણ મહિના દરમિયાન લોકો ભાવભક્તિ સાથે મનમાં ઉમંગ સાથે તહેવારોની ઉજવણી માટે તૈયાર થઈ જાય છે.
ગણેશોત્સવની ઉજવણી સાથે જ બજારોમાં ખરીદીના ખરા આૃર્થમાં શ્રીગણેશ થવા લાગે છે. શ્રાવણ મહિનાથી જ હોલસેલ માર્કેટમાંથી છૂટક બજારોની ખરીદીની શરુઆત થાય છે. છૂટક બજારો આવનારાં નવરાત્રી અને દિપાવલી પર્વમાળાના તહેવારો માટે સજજ થવા લાગે છે.
વિતેલા વર્ષમાં કોરોનાના ભય વચ્ચે પ્રતિબંધોના કારણે બજારો મૃત:પ્રાય અવસૃથામાં રહી હતી. પણ, આ વર્ષે જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં છૂટછાટ આપવામાં આવતાં આ વર્ષે કોરોનાનો ત્રીજો રાઉન્ડ હવે પહેલાના બે રાઉન્ડ જેવો ભયજનક નહીં રહે તેવી આશા સેવાઈ રહી છે.
પ્રતિબંધો હળવા બનાવવામાં આવતાં લોકો અને બજાર આવનારાં નવરાત્રી અને દિવાળીના તહેવારો માટે સજજ બની રહ્યાં છે. કોરોનાનો ભય ધીમેધીમે દૂર થઈ રહ્યો છે તે સાથે જ વેક્સિનેશન અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથેની સ્વયંજાગૃતિ વચ્ચે તહેવારોની ઉજવણી માટે લોકો સજજ બની રહ્યાં છે.
જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં છૂટછાટ પછી ધીમેધીમે વધુ પ્રતિબંધ હટશે અને આવનારાં દિવસોમાં નવરાત્રી અને દિપાવલીના તહેવારોમાં જીવનજરુરી વસ્તુ સિવાયની ખરીદી પણ શરુ થઈ જશે તેવી આશા વેપારી વર્તુળો સેવી રહ્યાં છે.
આવતીકાલે જન્માષ્ટમી પછી દસ દિવસમાં ગણેશોત્સવ શરુ થશે. ગણેશોત્સવ સાથે જ દિવાળી સુધી ખરીદીનો સંચાર થવાના શ્રીગણેશ થશે તેવી આશા સાથે વેપારી વર્ગ ઉત્સાહિત છે. કોરોનાનું વિઘ્ન દૂર થાય અને ઉમંગ-ઉત્સાહ સાથે તહેવારોની પર્વમાળા વચ્ચે નવું ગુજરાતી વર્ષ શુકનવંતુ બની રહેવાની આશા વેપારી, નાગરિકોમાં મજબૂત બની રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DrNykw
via IFTTT
إرسال تعليق