સાણંદ એપીએમસીમાં આતંક મચાવનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા


- બીડી-સિગારેટના ગોડાઉનમાંથી લાખોની ચોરીનો મામલો

- સુરક્ષા બંદોબસ્ત છતાં માર્કેટયાર્ડમાં આવેલા ગોડાઉન સહિત દુકાનોના બુધવારની રાત્રે એક જ રાતમાં તાળાં તોડયા હતા

સાણંદ : સાણંદના માર્કેટયાર્ડમાં આવેલા ગોડાઉન સહિત ૧૦ જેટલી દુકાનોના એક જ રાતમાં તાળાં ૪તોડી લાખો રૂપિયા રોકડ સહિત માલસામાનની ચોરી થયાના બનાવમાં તસ્કોરના લાઇવ સીસીટીવી સામે આવ્યા છે.જેમાં એક તસ્કરનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. જેના આધારે પોલીસ તસ્કરો સુધી પહોંચી શકે છે.

સાણંદના એપીએમસી માર્કેટમાં આવેલી અનાજ કમિશન એજન્ટની સાત જેટલી દુકાનો અને બીડી સિગારેટના ગોડાઉનમાં તસ્કરો બુધવારની રાત્રે આતંક મચાવ્યો હતો.અનાજ કમિશનના એજન્ટ તરીકે કકકામ કરતા અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સીમા હોલ પાસે રહેનાર ગૌતમ શાંતિલાલ ગાંધીના ત્યાંથી લાખો રૂપિયાની રોકડ તસ્કરો ઉઠાવી ગયા હતા.જેથી ગૌતમ ગાંધીએ સાણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ એપીએમસીમાં લાગેલા સીસીટીવીમાં તસ્કરો ઝડપાઇ ગયા છે. જેમાં એક તસ્કરનો સીસીટીવીમાં ચહેરો સ્પસ્ટ દેખાઇ આવે છે.જેના આધારે પોલીસ તસ્કરો સુધી પહોંચી શકશે. તો બીજી બાજુ કોઇ જાણભેદુ હોવાની ચર્ચા પણ દુકાનદારો અને નગરજનોમાં થઇ રહી છે.આ બનાવના તપાસ અધિકારીનો પીએસઆઇ પી જે ચૌધરીનો સંપર્ક કરતાં તેઓએ કહ્યું હતું હાલમાં સીસીટીવી મળ્યા છે. તે સિવાય આસપાસમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં તપાસ કરવામાં આવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DrItIT
via IFTTT

Post a Comment

أحدث أقدم