ગુજરાતમાં જન્માષ્ટમી બાદ મેઘરાજાના પુનરાગમનની શક્યતા


અમદાવાદમાં પણ 1 સપ્ટેમ્બરથી વરસાદની વકી

1-2 સપ્ટેમ્બરે વલસાડ, નવસારી, તાપી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં જન્માષ્ટમી બાદ મેઘરાજાનું પુનરાગમન થાય તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 1-2 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 1 સપ્ટેમ્બરના દાહોદ-છોટા ઉદેપુર-વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલીમાં જ્યારે 2 સપ્ટેમ્બરના વલસાડ-નવસારી-ડાંગ-તાપી-દમણ-અમરેલી-ગીર સોમનાથ-દીવમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે 36 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો વધારો થયો હતો.

આગામી 1 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. અમદાવાદમાં હાલ વરસાદની 60% ઘટ છે. સમગ્ર રાજ્યમાં જૂનમાં 4.73 ઈંચ, જુલાઇમાં 6.95 ઈંચ જ્યારે  ઓગસ્ટમાં હજુ સુધી માત્ર 2.12 ઈંચ વરસાદ નોંધાયો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sSRbv4
via IFTTT

Post a Comment

Previous Post Next Post