અમદાવાદ,તા.27 ઓગષ્ટ 2021, શુક્રવાર
અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા વચ્ચે તા. ૩ સપ્ટેમ્બરથી અનરિઝર્વ્ડ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું પશ્ચિમ રેલવે દ્વારા નક્કી કરાયું છે. મહેસાણા-વિરમગામ વચ્ચે બે ટ્રેનો દોડાવાશે. લોકલ ટ્રેન સેવા શરૂ થતા નોકરિયાત-વેપારી વર્ગને મોટો ફાયદો થશે.
ટ્રેન નં. ૦૯૪૯૬ અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ તા.૩ સપ્ટેમ્બરથી અમદાવાદથી દૈનિક ધોરણે ૧૫ઃ૦૦ કલાકે ઉપડીને ૧૭ઃ૪૫ કલાકે વડોદરા પહોંચશે.
પરતમાં ટ્રેન નં. ૦૯૪૯૫ તા.૩ સપ્ટેમ્બરથી વડોદરાથી રોજ ૦૬ઃ૩૦ કલાકે ઉપડીને ૦૮ઃ૫૫ કલાકે અમદાવાદ પહોંચશે.
બંને ટ્રેનો મણિનગર, બારેજડી, મહેમદાવાદ રોડ, નડિયાદ, આણંદ અને વાસદ સ્ટેશને રોકાશે.
ટ્રેન નં. ૦૯૪૮૮ વિરમગામ-મહેસાણા ટ્રેન તા.૩ સપ્ટેમ્બરથી રોજ ૦૭ઃ૦૦ કલાકે વિરમગામથી ઉપડીને ૦૮ઃ૩૦ કલાકે મહેસાણા પહોંચશે. પરતમાં ટ્રેન નં. ૦૯૪૮૭ તા.૩ સપ્ટેમ્બરથી મહેસાણાથી રોજ ૦૯ઃ૨૦ કલાકે ઉપડીને ૧૦ઃ૫૦ કલાકે વિરમગામ પહોંચશે. આ ટ્રેન જક્શી, ભંકોડા, દેત્રોજ, કટોસણ રોડ, જોટાણા અને લીંચ સ્ટેશનોએ રોકાશે.
ટ્રેન નં. ૦૯૪૯૨ વિરમગામ-મહેસાણા અન રિઝઝર્વ્ડ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન તા.૩ સપ્ટેમ્બરથી રોજ વિરમગામથી ૧૭ઃ૨૫ કલાકે ઉપડીને ૧૮ઃ૫૦ કલાકે મહેસાણા પહોંચશે. પરતમાં ટ્રેન નં. ૦૯૪૯૧ તા.૩ સપ્ટેમ્બરથી મહેસાણાથી રોજ ૧૯ઃ૩૦ કલાકે ઉપડીને ૨૧ઃ૦૦ કલાકે વિરમગામ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભંકોડા, દેત્રોજ અને કટોસણ રોડ સ્ટેશને રોકાશે.
બીજી તરફ અમદાવાદ-મુઝફ્ફરપુર અને અમદાવાદ-દરભંગા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા છે. ઓગષ્ટ માસ સુધી આ ટ્રેનો દોડાવવાની હતી જે હવે નવી સુચના ન મળે ત્યાં સુધી દોડાવાશે. અઠવાડિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવતા આ રૂટના હજારો મુસાફરોને મોટી રાહત મળી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sQVWoV
via IFTTT
إرسال تعليق