
30 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા સરકારે જાહેરાત કરી હતી
મોરબી, જામનગર અને રાજકોટવાસીઓને રોજ 10 કરોડ લિટર શુધ્ધ મીઠુ પાણી આપવાની યોજના હતી
વર્ષ 2018માં એસેલ ઇન્ફ્રા. પ્રોજેક્ટ લિમિટેડ સાથે રાજ્ય સરકારે કરાર કર્યા હતા, ત્રણ વર્ષ બાદ પણ કોઇ ઠેકાણાં નથી
અમદાવાદ : જામનગર જિલ્લામાં જોડિયા તાલુકામાં દરિયાનુ ખારુ પાણી મીઠુ બનાવવા ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરવા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. મોરબી, રાજકોટ અને જામનગરની જનતાને પીવાનુ શુધૃધ પાણી આપવાનુુ સરકારે વચન આપ્યુ હતું. જોકે, રાજ્ય સરકારે મોટાઉપાડે કરેલી ડજાહેરાતને ત્રણ વર્ષ જેટલો સમય વિત્યો છે હજુ કોઇ ઠેકાણાં નથી. ટૂંકમાં હાલમાં આખોય પ્રોજેક્ટ અભિરાઇ ચડાવી દેવાયો છે.
ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા વકરતાં દરિયાકાંઠાના વિસ્તારની જનતાને પીવાનુ શુધૃધ પાણી આપવા સરકારે જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકા પાસે રૂા.800 કરોડના ખર્ચે ડિસેનીલેશન પ્લાન્ટ શરૂ કરવા આયોજન કર્યુ હતું.
તા.4.3.19ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસિૃથતીમાં એક સમારોહ પણ આયોજિત કરાયો હતો જેમાં લોકોને દરિયાનુ ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવી લોકોની પાણીની સમસ્યા હલ કરવા વચન અપાયુ હતું.
તે સમારોહમાં સરકારે એવી જાહેરાત કરી હતીકે, જોડિયા ડિસેનિલેશન પ્લાન્ટમાં દરિયાના ખારા પાણીમાંથી રોજ 10 કરોડ લિટર મીઠુ પાણી બનાવવામાં આવશે. રાજકોટ , મોરબી અને જામનગરના લોકોને મીઠુ પીવાનુ પાણી આપવા માં આવશે. જોડિયા ડિસેનિલેશન પ્લાન્ટ માટે રાજ્ય સરકારે એસેલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ લિમિટેડ સાથે કરાર કર્યા હતાં. એટલું જ નહીં, સમગ્ર પ્લાન્ટનુ કામ 30 મહિનામાં પૂર્ણ કરવા નક્કી કરાયુ હતું.
ધારાસભ્ય પ્રવિણ મૂછડિયાનુ કહેવુ છેકે, આ વાતને આજે ત્રણ વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો છે. હજુ સુધી આ પ્રોજેક્ટમાં કોઇ કામગીરી થઇ શકી નથી. મીઠુ પીવાનુ પાણી આપવાનુ વચન આપી સરકારે ગુજરાતની જનતા સાથે છેતરપીડી કરી છે. સરકારને માત્ર જાહેરાતોમાં જ રસ છે. પ્રજાલક્ષી કામોમાં સરકાર નિરસ રહી છે. ટૂંકમાં, કરોડોના ખર્ચે નિર્માણ થનારાં જોડિયા ડિસેનિલેશન પ્લાન્ટનું અત્યારે તો બાળમરણ થયુ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t4PryY
via IFTTT
إرسال تعليق