ભાણાએ આર્થિક ભીંસના કારણે મામા પાસેથી પાંચ લાખ ખંડણી માટે ફાયરીંગ કરાવ્યું હતું

અમદાવાદ,શનિવાર

 નારોલમાં મોની હોટેલ પાસે મૂર્તિ બનાવતા વેપારી પર અજાણ્યા શખ્સોએ સોમવારે રાતે ગોળીબાર કર્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે ભોગ બનનારા વેપારીના ભાણા સહિત એક સગીરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ભાણા ને દેવું થઇ જતાં આર્થિક સંક્રામણના કારણે પૈસાની જરુરીયાત હોવાથી પાંચ લાખની ખંડણી વસૂલવા માટે કાવતરું રચ્યું હતું અને તેના માટે  ઉત્તર પ્રદેશથી તમંચો તથા કારતૂસ લાવ્યા હતા તેમજ ચોરીના મોબાઇલ પર ધમકી આપી હતી જ્યારે ફાયરિંગ કરવા માટે રાજસ્થાનથી ભાડૂતી શાર્પશૂટરો બોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

ઉત્તર પ્રદેશથી તમંચો,કારતૂસ લાવ્યા હતા ઃ રાજસ્થાનથી આવેલા ભાડૂતી શાર્પશૂટરોએ નંબર પ્લેટ વગરની બાઇક પર જઇને ફાયરિંગ કર્યા બાદ બીજા દિવસે ૧૦ લાખની ખંડણી માંગી હતી ઃ સગીર સહિત બે આરોપી પકડાયા

ઇસનપુર વટવા રોડ પર  શિવલિક ફ્લેટ પાસે કર્મભૂમિ સોસાયટીમાં રહેતા અને  નારોલમાં મોની હોટેલ પાસે  કાવ્ય મૂર્તિ ગૃહ ઉદ્યોગ  ભંડારના નામે  મૂર્તિ બનાવવાનું કામ કરતા પરમસુખ બાબુરામ પ્રજાપતિ  (ઉ.વ.૫૫)  ઉ પર   તા.૨૩ના રોજ  ફોન પર અજાણ્યા  નંબર પરથી   ફોન આવ્યો હતો  કે પરિવારકી સુરક્ષા ચાહતા હોય તો તેમ કહીને પાંચ લાખની ખંડણી માંગી હતી, વેપારીએ સામે આવવાનું કહ્યું હતુ જ્યારે   સામવારે   રાતે  આઠ વાગે ફરિયાદી પોતાના શેડમાં બેઠા હતા. દરમિયાન બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને નાસી ગયા હતા.

આ કેસની ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર, એન.એલ.દેસાઇ તથા ે.વાય.બલોચ તથા સ્ક્વોર્ડના માણસોએ ટેકનીકલ સર્વેલન્સ આધારે ખોખરા, હાટકેશ્વર  વિસ્તારમાં પારસનાથ સોસાયટીમાં  રહેતા જગદીશ ઉર્ફે મોનું  અર્જુનભાઇ પ્રજાપતિ (ભૈયાજી ) તથા તેમની દુકાનમાં નોેકરી કરતા એક સગીરને પકડી પાડયા હતા. તેમની પૂછપરછ કરતાં આરોપી જગદીશ પ્રજાપતિ પોતે પણ મૂર્તિઓ તથા પેપર ડીશ બનાવવાનો વ્યવસાય કરતો હતો. ફરિયાદી પરમસુખ  પ્રજાપતિ  આરોપીના દૂરના મામા થાય છે.  આરોપીને ધંધામાં  આર્થિક નુકસાન થતાં દેવુ થઇ ગયું હતુ, જેથી રૃપિયાની જરુરીયાત હોવાથી  મામા પાસેથી પાંચ લાખની ખંડણી વસૂલવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેમની દુકાનમાં નોકરી કરતા સગીરને ૧૦  હજાર રૃપિયા આપવાની લાલચ આપી હતી.

એટલું  જ નહી આ પ્લાન પાર પાડવા માટે ચોરીના મોબાઇલની ખરીદી કરી હતી, અને ફાયરિંગ કરવા માટે  ઉત્તર પ્રદેશ જઇને તમંચો તથા કારતૂસ લઇ આવ્યા હતા અને રાજસ્થાનથી સાહીલ ઓડ તથા સુરેશ નામના  બે શખ્સો  ફાયરિંગ કરવા માટે રાજસ્થાનથી નંબર પ્લેટ વગરનું બાઇક લઇને આવ્યા હતા. તા. ૨૭ના રોજ સગીર અને સાહીલે ચોરીના મોબાઇલથી ધમકી આપીને પાંચ લાખની ખંડણીની માંગણી કરી હતી. ફરિયાદીએ રૃપિયા આપવાની ના પાડતાં સગીર તથા રાજસ્થાનથી આવેલા શખ્સોેેએ બાઇક પર જઇને વેપારીને દુકાન બહાર ફાયરિંગ કર્યુ હતું અને બીજા દિવસે પણ ફોન કરીને રૃા. ૧૦ લાખની ખંડણીની માંગણી કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/378x9me
via IFTTT

Post a Comment

أحدث أقدم