ગંદા પાણીથી ખદબદતા તળાવોના લીધે આસપાસના વિસ્તારમાં ફેલાતો રોગચાળો


ઓફિસોમાં બેઠા રહેતા કોર્પોરેટરોને પ્રજાની ચિંતાજ નથી

નદીના બંધિયાર પાણી પર પણ લીલ જામવા માંડી, વરસાદ ખેંચાતા નવું પાણી છોડવાની શક્યતા નહિવત

અમદાવાદ : અમદાવાદના તળાવોનો વિકાસ અને તેની જાળવણીના મુદ્દે મ્યુનિ. એન્જિનિયરીંગ ખાતું સદંતર નિષ્ફળ સાબિત થયું છે. હાલ ચોમાસુ ચાલુ છે, ત્યાં જ મોટાભાગના તળાવોમાં કચરો તરે છે અને વેલાઉગી ગયા હોવાથી આસપાસમાં મચ્છરોનો ત્રાસ ફેલાય છે.

આ અંગેની ફરિયાદ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ રજૂ કરી હતી. હકીકતમાં પ્રજાની તકલીફની તેમને ખબર જ નથી. ચોમાસામાં સ્ટોર્મવોટર ડ્રેનેજ દ્વારા તળાવોમાં ચોખ્ખુ પાણી ઠલવાવું જોઈએ તેના બદલે આઘાતજનકર રીતે ગટરનું ગંદુ પાણી જ ઠલવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે તળાવોમાં ગંદકી થાય છે અને ત્યારબાદ હેલ્થ ખાતા દ્વારા તળાવોની સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટ અપાઈ ગયા બાદ સફાઈની કામગીરી કેટલી થાય છે, તેનું સુપરવિઝન ખાસ કોઈ કરતું જ નથી.

નદીના બંધીયાર પાણી પર પણલીલ જામવા માંડી છે. પાછોતરો વરસાદ ખેંચાતા નર્મદામાંથી નવું પાણી છોવા અંગે પ્રશ્નાર્થ છે. સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે તહેવારો દરમ્યાન અણારે પૂજાઅર્ચન તળાવના ગંધાતા પાણીમાં કરવાના છે !

મ્યુનિ. તંત્રની ઘોરબેદરકારીના કારણે ઘરેલુ ગટર, ઔદ્યોગિક ગટર અને વરસાદી પાણીનું વહન કરતી સ્ટોર્મવોટર ડ્રેનેજ વ્ચેચ કોઈ તફાવત જ નથી રહ્યો, કેમીકલયુક્ત ગંદા પાણીના ટેન્કરો પણ ગટરના કે સ્ટોર્મવોટર ડ્રેનેજના મેનહોલમાં રાતના સમયે ઠલવાતા રહે છે.

મ્યુનિ.વાળા પોતાના 115 જેટલાં તળાવોની  સારસંભાળ લઈ શકતા નથી, ત્યાં છેલ્લાં બે વર્ષમાં રાજ્ય સરકારે પોતાના એક ડઝન જેટલાં તળાવો વિકાસ માટે મ્યુનિ.ને સોંપ્યા છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં એન્જિનિયરોની મીઠીનજર તળે સ્ટોર્મવોટર ડ્રેનેજ સાથે ગંદાપાણીની ગટરો જોડાઈ ગયેલી છે.

જો મ્યુનિ.ના એન્જિનિયરનો સહયોગ ના હોય તો કોઈ બહારના મજુર કે પમ્લબર પાણી કે ગટરની લાઈનને અડવાની પણ હિંમત કરતાં નથી. બીજી તરફ એક વખત થઈ ગયેલ હપ્તા આધારિત ગેરકાયદે જોડાણ કાપાવની ખાસ કોઈ હિંમત કરતું નથી. તળાવોની ગંદકીમાં મચ્છરો વિપુલ પ્રમાણમાં પેદા થાય છે અને આસપાસના  વિસ્તારમાં રોગચાળો ફેલાવે છે. હેલ્થ ખાતાએ અહીં ચેકિંગ કરવાની જરૂર છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sXAluX
via IFTTT

Post a Comment

أحدث أقدم