
બોગસ આર્બિટ્રેટરથી લોકો ચેતતા રહે
લવાદનો ઓર્ડરના અમલ માટે સિટી સિવિલ કોર્ટમાં અરજી કરી એક્ઝિક્યુશન કરાવવાના નિયમને ચાતરી જતાં પક્ષકારો
અમદાવાદ : ગુજરાતમાં કેટલાક લવાદો મનસ્વી ઓર્ડરો આપી રહ્યા છે. પોલીસ પણ તે ઓર્ડરનો કોર્ટ પ્રમાણિત કરે તે પછી જ તેનો અમલ કરવા માટે પ્રોટેક્શન પૂરૂં પાડવાના નિયમને ભૂલી જઈને તેનો અમલ કરાવવા જનારાઓને પોલીસ પ્રોટેક્શન આપી રહી હોવાના સંખ્યાબંધ વિવાદો થવા માંડયા છે. આ વિવાદો હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે. પરિણામે લવાદનો ઓર્ડર મેળવ્યા પછી પણ ઘણાની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી.
લવાદની સમગ્ર પ્રક્રિયામાં એક પક્ષકાર આર્બિટ્રેટરનો સંપર્ક કરે તે પછી સામી પાર્ટીને નોટિસ આપવાની હોય છે. પરંતુ આ નોટિસ આપ્યા વિના જ તેમનો સંપર્ક કરનાર પાર્ટીની તરફેણમાં એવોર્ડ આપી દેવામાં આવે છે. આ એવોર્ડ આપ્યા પછી તેનો અમલ કરાવવા માટે સિટી સિવિલ કોર્ટમાં એક્ઝિક્યુશનની પ્રોસિજર કરાવવા માટે અરજી કરવી પડે છે.
આ અરજી કર્યા વિના જ તેનો અમલ કરાવવા માટે પોલીસ પ્રોટેક્શન માગી લેવામાં આવે છે. સિવિલ કોર્ટ આર્બિટ્રેટરના ઓર્ડર પર લાલ સિક્કો મારી આપે તે પછી જ પોલીસે તેનો અમલ કરાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવાની હોય છે.
કાયદાની ભાષામાં તેને ડિક્રી તરીકે ઓળખાવવામાં આવે છે. પોલીસ પણ આ હકીકતથી અજાણ હોય તેમ તેની દરકાર કર્યા વિના જ પ્રોટેક્શન આપી દે છે. અમદાવાદ અને ગાંધીનગરમાંથી આ પ્રકારના ત્રણથી ચાર આર્બિટ્રેટર ધ્યાનમાં આવ્યા છે. તેમની સામેની ફરિયોદ હાઈકોર્ટ સુધી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરિણામે લોકોએ આર્બિટ્રેટરનો સંપર્ક કરતાં પૂર્વે તમની અધિકૃતતાની ચકાસણીકરી લેવી જરૂરી બની જાય છે. આ જ રીતે પોલીસે પણ તેમના ઓર્ડર માટે પ્રોટેક્શન આપતા પૂર્વે સિટી સિવિલ કોર્ટમાંથી એક્ઝિક્યુશન ઓર્ડર આપવામાં આવ્યો છે કે નહિ તેની ખાતરી કરીને પછી જ પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DoVpiC
via IFTTT
Post a Comment