અમદાવાદ,શનિવાર
નિકોલમાં રહેતી પરણીતાએ પતિ તથા સાસુના ત્રાસથી ગળે ફાંસો ખાઇને જીવન ટૂકાવ્યું હતું. પોલીસ તપાસમાં પાંચ વર્ષના લગ્ન ગાળામાં છ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ રૃા. ૫૦ હજાર આપ્યા બાદ પણ અવાર નવાર બીજા રૃપિયાની માંગણી કરીને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો. આખરે કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હતો. નિકોલ પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંચ વર્ષ પહેલા લગ્ન, છ મહિના સારી રીતે રાખી, કામ ધંધો કરવાનું કહેતા પતિ મારઝૂડ કરતો ઃ કંટાળીને નિકોલની મહિલાએ જીવનલીલા સંકેલતા પતિ સામે ફરિયાદ
આ કેસની વિગત એવી છે કે ઠક્કનગર વિસ્તારમાં બંસીભાઇ બિલ્ડીંગ પાસે ઓમ નગરમાં રહેતા વિદ્યાદેવી જીયલદાસ ચાવલા(ઉ.વ.૬૦)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલ વિસ્તારમાં અંકુર ચાર રસ્તા પાસે અંકુર ટેનામેન્ટમાં રહેતા સુનીલભાઇ સંજયભાઇ ભારતી અને ભગવતીબહેન ભારતી સામે ફરિયાદ નાંેધાવી છે કે ફરિયાદીની દિકરીના ૨૦૧૬માં સુનીલભાઇ ભારતી સાથે સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ફરિયાદીની દિકરીને લગ્નના છ મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી.
પતિ કોઇ કામધંધો કરતા ન હોવાથી રૃપિયાની માંગણી કરતા હતા, જેથી દિકરીએ તેની બહેન પાસેથી રૃા. ૫૦,૦૦૦ હજાર લાવીને આપ્યા હતા.એટલું જ નહી તેમની દિકરી બ્યુટી પાર્લરમાં નોકરી કરવાનું કહે તો કરવા દેતા ન હતા. કંઇ પણ કરવાની ના પાડતા હતા અને પતિને કામ ધંધો કરવાની વાત કરે તો મારઝૂડ કરતા હતા. સાસુ પણ તારો પતિ કોઇ કામ કરતો નથી હું તને ખવડાવું છું માટે હું કહુ તેમ કરવાનું કહીને સાસું મનમાની કરીને હેરાન પરેશાન કરતા હતા. દિકરી કંટાળીને પિતાના ઘરે રહેવા ગઇ હતી ત્યારે આ પ્રમાણેની વાત કરી હતી. બાળકોના ભવિષ્યની ખાતર મૃતક મહિલા પરત સાસરીમાં ગઇ હતી, જ્યાં ગત ૨૫ના રોજ ફરિયાદીની દીકરીએ પોતાની સાસરીમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી, નિકોલ પોલીસે મૃતક મહિલાના પતિ અને સાસુ સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jcf6B2
via IFTTT
إرسال تعليق