રિડેવલપમેન્ટમાં સોસાયટીનો બહુમતી નિર્ણય જ સર્વોપરી : મુંબઇ હાઇકોર્ટ


મુંબઇ ગોરેગાંવની સોસાયટીનો વિવાદ

ડેવલપમેન્ટ પ્રોજેક્ટમા મતભેદ ધરાવતા સભ્યો સોસાયટીથી જુદો દાવો કરી શકે નહીં : તમામ સભ્યો બહુમતી નિર્ણયથી બાધિત

મુંબઇ : સોસાયટીના રિડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં બહુમતી દ્વારા લેવાયેલો નિર્ણય જ સર્વોપરી છે તેવું બોમ્બે હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે. કોર્ટે નોંધ્યું છે કે મતભેદ ધરાવતા કેટલાંક સભ્યો સોસાયટીથી જુદો દાવો કરી શકે નહીં.

દરેક સભ્ય સોસાયટીના મેજોરિટી સભ્યોના નિર્ણયથી બાધિત છે.  જસ્ટિસ ગૌતમ પટેલે 24 ઓગસ્ટે આપેલા આદેશમાં ગોરેગામ પશ્ચિમના બાંગુર નગરની એક સોસાયટીના રિડેવલપમેન્ટ અંગેની 2018ના સંમતી પત્રકમાં મેજોરિટી સભ્યોએ માગેલા સુધારાને  મંજૂર કર્યા છે.

મુંબઇની આ સોસાયટીના કુલ 91 સભ્યોમાંથી 27 સભ્યો અસંમતી ધરાવતા હતા. બિલ્ડરે 2013માં સોસાયટી સાથે કરાર કર્યા હતા. નવી ઇમારતમાં 28 માળનો પ્રસ્તાવ છે, એમ સહમતી ધરાવતા સભ્યો વતી હાજર રહેલા એડવોકેટ અમિત મહેતાએ જણાવ્યું હતું. ડેવલપર વતી વરિષ્ઠ વકિલ મુકેશ વશી ઉપસ્થિત હતા. તેમણે ફેબુ્રઆરી, 2018ના સંમતીપત્રકના આદેશમાં સુધારો ઇચ્છયો હતો.

2018ના આદેશમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે સોસાયટીના સભ્યો શાંતિપૂર્વક જગ્યા ખાલી કરી આપશે અને વળતરમાં બિલ્ડર નક્કી થયેલી રકમ અને નવા કાયમી આવાસ માટે એગ્રીમેન્ટ રજિસ્ટર કરાવશે. સોસાયટીએ તેના ચેરમેન મારફત હાઇકોર્ટમાં સોગંદનામું  દાખલ કરીને જણાવ્યું હતું કે ડેવલપરે સુચવેલા સુધારા સાથે સોસાયટી સંમત છે.

હાઇ કોર્ટે  નોંધ્યું હતું કે મહત્તમ સભ્યોએ સંમતી આપી હોવાની હાઇકોર્ટે બિલ્ડરને પ્રસ્તાવિત બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને કમર્શિયલ મ્માઇસીસના પહેલા માળ તથા રહેણાંક ઇમારતનાં ફ્રી સેલ કમ્પોનન્ટમાં થર્ડ  પાર્ટી રાઇઠસ ઉભા કરી શકે છે. જેથી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે  ફાઇનાન્સ મેળવી શકે. આ ઉપરાંત સોસાયટીના ફ્લેટ ધારકોએ જગ્યા ખાલી કરવા પૂર્વે સોસાયટીની  તરફેણમાં રૂા. 15 કરોડની બિનશરતી બેંક ગેરેન્ટી રજૂ કરવાની બિલ્ડર માટેની શરત હાઇકોર્ટે રદ કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Blz6ZE
via IFTTT

Post a Comment

Previous Post Next Post