
અમરાઈવાડી વિસ્તારમાં એક કરોડની ખંડણી માટે
ક્રાઈમ બ્રાંચે આરોપીનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ : અમરાઈવાડી વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરીને એક કરોડની ખંડણી માંગવાના ગુનમાં સંડોવાયેલા ગોવા રબારીનો ક્રાઈમ બ્રાંચે ભુજ જેલમાંથી કબજો મેળવીને ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ ઘોડાસરમાં રહેતો કરણ યુ.ભટ્ટ તેનુ સ્કુટર લઈને 17 ફેેબુ્રઆરી 2021ના રોજ કેડીલા બ્રિજ પરતી જઈ રહ્યો હતો ત્યારે મહેશ એસ.રબારી, ફુલો મોતી રબારી, નાગજી આર.રબારી, અલ્પેશ હીરવાણી, કરણ મરાઠી સહિત 10 જણાએ કારમાં તેનું અપહરણ કર્યું હતું.
બાદમાં તેને જાનતી મારી નાંખવાની ધમકી આપીને 14 લાખની તેની સોનાની ચેઈન પડાવી લઈને બાકીના 70 લાખ તેના મિત્ર પાસેથી મંગાવ્યા હતા. આ ગુનામાં ગોવા નાગજીભાઈ રબારીની સંડોવણી બહાર આવતા ક્રાઈમ બ્રાંચે ભુજ જેલમાંથી તેનો કબજો મેળવીને ધરપકડ કરી હતી.
ગોવા રબારી પર હત્યા, હથિયારધારા અને મારામારી જેવા 15થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. અમરાઈવાડીના કોર્પોરેટર અમથાભાઈ રબારીની હત્યામાં તેને આજીવન કેદની સજા થઈ હતી.સાબરમતી જેલમાં જ તેણે ચેતન બેટરીનું મર્ડર કરતા આ કેસમાં પણ તેને આજીવન કારાવાસની સજા થઈ હતી. બાદમાં ભુજ પાલારા ખાસ જેલમાં સજા કાપી રહ્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bg9ixK
via IFTTT
إرسال تعليق