એસ.ટી. નિગમના ચેરમેન અને તંત્ર સામે ગંભીર આક્ષેપો


એસ.ટી. ઓફિસર્સ એસો.ના બનાવટી લેટરપેડના દુરૂપયોગની પોલીસ ફરિયાદ

એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ

અમદાવાદ : ગુજરાત એસ.ટી. ઓફિસર્સ એસોસિએશનના બનાવટી લેટરપેડ ઉપર એસટી નિગમના ચેરમેન અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવટી લેટરપેડનો દુરૂપયોગ કરી નિગમ અને સરકારની છબી ખરડાય તેવું કૃત્ય કરવા બદલ એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં વિિધવત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગંભીર આક્ષેપો કરવા માટે ઓફિસર્સ એસોસિએશનના લેટરપેડનો દુરૂપયોગ કરવા અંગે પોલીસ તપાસ કરશે.

એસટી ઓફિસર્સ એસોસિએશનના ઉપપ્રમુખ સંજયભાઈ હિંમતલાલ જોષીએ  વાડજ પોલીસ સ્ટેશનમાં તા. 15 જુલાઈએ એક અરજી આપી હતી. આ અરજી અનુસાર, તા. 13 જુલાઈના રોજ એસટી ઓફિસર્સ એસોસિએશનના બનાવટી લેટરપેડ ઉપર સોશિયલ મિડિયામાં એક પત્ર થયો હોવાની જાણ નિગમના સચિવનો ફોન આવવાથી થઈ હતી.

નિગમના સચિવે વોટ્સ-એપથી ફરિયાદી સંજય જોષીને પત્ર જોવા મોકલી આપ્યો હતો. આ પત્રમાં એવો આક્ષેપ કરવામા આવ્યો હતો કે, છેલ્લા દોઢ-બે વર્ષમાં એસટી નિગમમાં આઈએએસ ઓફિસર્સ   અને ઉચ્ચ હોદ્દેદારની મદદગારીથી ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

કોરોના કાળમાં જાહેરાત પ્રસિધૃધ કરવાના હક્કની એજન્સી પાસથી દર મહિને રૂપિયા 25 લાખની માગણી કરતા હોવાથી કોર્ટમાં જઈ ન્યાય માગવો પડયો છે. સેન્ટ્રલ વિજીલન્સની ગાઈડલાઈન અને સુચનાઓ વિરૂધૃધ ટેન્ડર પાસ કર્યા છે અને રાતોતાર મંજુર કર્યા છે. દોઢ વર્ષથી કોમર્સ ખાતા દ્વારા આ પ્રકારની ફાઈલમાં નિર્ણય લીધો છે તે તમામ ફાઈલો મંગાવવા અને ચકાસણી કરવા વિનંતી છે.

તેમજ બાંધકામ ખાતામાં પીપીપી પ્રોજેક્ટ અન્વયે પ્રજાને નવા બસ સ્ટેન્ડ આપવા નડિયાદ, નવસારી, મોડાસા, પાલનપુર, ભુજ અને રાજકોટમાં વર્ષ 2018થી બે વર્ષમાં બસ સ્ટેન્ડ કમ્પલીટ કરીને નિગમને આપવાનું હતું. રાજકોટ સિવાય અન્ય કોઈ જગ્યાએ બસ સ્ટેન્ડ બંધાયું નથી અને બિલ્ડરો દ્વારા ગિમને નક્કી થયેલી કન્સેશન ફી ચૂકવવાની હોય છે તેના 80 કરોડની રકમ વસૂલવાની બાકી છે. કન્ડક્ટર પાંચ રૂપિયાની ટિકિટની ચોરી કરે તેને બરતરફ કરવામાં આવે છે.

કેનેરા બંન્કમાં 70 કરોડ, એસબીઆઈમાં 59 કરોડ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના 40 કરોડ અને ગુજરાત રાજ્ય લિઝ ફાઈનાન્સ નિગમના 14 કરોડ આ પ્રોજેક્ટ સામે લઈ પ્રોજેક્ટ પૂરા કર્યા નથી કે બેન્કની રકમ જમા કરાવાઈ નથી. બેન્ક રિકવરી એક્ટ હેઠળ રિકવરી ટ્રિબ્યૂનલ અને હાઈકોર્ટ સમક્ષ પીટિશન ફાઈલ કરી છે અને એસટી નિગમ સામે પણ બેન્ક દ્વારા હૂકમ મેળવાયો છે છતાં અિધકારીઓ દ્વારા એગ્રિમેન્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી નથી. 

રાજ્ય સરકારના એક રાજકીય નેતા  કે જે એક કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. સરકારના હિત વિરૂધૃધ ગેરકાયદેસર હોદ્દો સ્વિકારો છે. આ કંપની વતી તમામ ગેરકાયદેસર કામો કરાવવા એસટીના ઉપરી અિધકારીને અવારનવાર મળે તે વિડિયો નિગમના સુરક્ષા વિડિયોમાંથી મળી શકશે.

સુરત અડાજણની જમીનના ત્રીજા પક્ષકારને વેંચી નાંખી છે તેમજ વધારાના એફએસઆઈ મળી શકે તેમ ન હોવા છતાં 15 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવા પ્રયાસ ચાલે છે. વડોદરાના પ્રોજેક્ટમાં કંપનીના અિધકારીઓએ બારોબાર કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે. હવે એસબીઆઈ દ્વારા એનઓસી નહીં અપાતા વડોદરા ખાતે એફઆઈઆર થયાનું જાણવા મળે છે.

વહીવટદારો દ્વારા ખરીદી અને વર્કશોપની ફાઈલમાં નક્કી થયા પ્રમાણે મેળવી લેવામાં આવે છે અને નીચી રકમમાં સારો માલ, પાર્ટસ મળતાં હોવા છતાં ઊંચી રકમના ટેન્ડરો એસટી નિગમના ઉચ્ચ અિધકારી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષની ફાઈલ મંગાવી નિષ્પક્ષ તપાસ કરવાથી ભ્રષ્ટાચાર બહાર આવશે.

આ પ્રકારના ગંભીર આક્ષેપોવાળો પત્ર સોશિયલ મીડિયા મારફતે ફરતો કરવા અંગે તપાસ કરવામા આવી હતી. તપાસ દરમિયાન જણાયું હતું કે, એસટી ડેપો અને એસટી વિભાગની કચેરીઓમાં બોર્ડ લગાવી જાહેરાત લગાવવાનું કામકાજ કરવા મુકેશભાઈ ભાઈલાલભાઈ પટેલ (રહે. સારથી-2, સુરધારા સર્કલ, થલતેજ)એ એસોસિએશન ઓફ એસ.ટી. ઓફિસર્સ એસોસિએશનના બનાવટી લેટર બનાવી તેમાં ઉપરોક્ત ગંભીર આક્ષેપો કર્યા હતા.

એસટી ઓફિસર્સના એસોસિએશનના ખોટા લેટરપેડનો ઉપયોગ કરી પોતાના બદઈરાદા પાર પાડવા તેમજ નિગમ, સરકારની છબી ખરડાય તે હેતુથી લેટરપેડનો દુરૂપયોગ કરી સાચા તરીકે ઉપયોગ કરવા અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

તપાસનિશ, વાડજના પી.આઈ. વી.આર. ચાવડાએ જણાવ્યું કે, એસોસિએશન ઓફ એસ.ટી. ઓફિસર્સના બનાવટી લેટરનો દુરૂપયોગ કરી નિગમના અિધકારીઓ, તંત્ર વિશેષ ગંભીર આક્ષેપો કરવાની ફરિયાદ અંગે પુરાવા એકત્ર કરવા તજવીજ ચાલી રહી છે. પુરાવા એકત્ર કરી આરોપી મુકેશ પટેલ સામે કાર્યવાહી કરાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zVqckD
via IFTTT

Post a Comment

أحدث أقدم