અમદાવાદ,શનિવાર
નરોડામાં રહેતા શખ્સે નાસ્તાની લારી ધરાવતા યુવકને ફસાવવા માટે તેના નામથી મહિલા પીએસઆઇને બિભત્સ તથા ધમકી ભર્યો મેસેજ કર્યો હતો. પોલીસ તેનો મોબાઇલ ચેક કરતાં આરોપીએ પોતે આવો મેેસેજ મોકલ્યો હોવાનું બહાર આવતાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મફતમાં નાસ્તો ના આપતા લારીવાળાને ફસાવવા તેના નામથી પોલીસને બિભત્સ તથા ધમકીભર્યો મેસેજ મોકલ્યો
આ કેસની વિગત એવી છે, કે નરોડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટરે નરોડા વિસ્તારમાં આગમન રેસિડેન્સીમાં રહેતા રાહુલ કેશવલાલ ચન્દ્રાકર સામે ફરિયાદ નોધાવી છે કે તા.૨૯ના રોજ આરોપીને અરજીના તપાસના કામે નિવેદન લેવા માટે પોલીસ ચોકી પર બોલાવ્યો હતો.
તેણે જણાવ્યું હતુ કે નરોડા ખાતે લાજવાબ ફ્રાય નામની હોટલ ધરાવતા નુરમહંમદે આરોપીને ગંદી ગાળો આપતો ટેક્ષ મેસેજ મોકલ્યો હતો જેમાં પોલીસને પણ બિભત્સ ગાળો અને ધમકી આપી હોવાની વાત કરી હતી.આરોપીનો મોબાઇલ ચેક કરતાં તેણે સ્કીન શોર્ટ લઇને તેમાં ચેંડા કરીને બીજા મોબાઇલમાં મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં નુંરમહંમદ ગંદી ગાળો આપતો હોવાથી તેને ફસાવવા પોતે મેસેજ બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ આરોપીને નાસ્તાની લારી વાળો મફતમાં કોઇ ચીજ આપતો ન હોવાથી તેને ફસાવવા માટે આ કૃત્ય આચર્યુ હતું. આરોપી સામે અગાઉ છેતરપીંડી તથા મારામારી સહીત સાત ગુનો નોંધાયેલા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37bGTvT
via IFTTT
Post a Comment