ગાંધીનગરથી મેઘાણી ભવનનું ઈ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું


ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની  ઉજવણી

ચોટીલામાં મેઘાણી સ્મારક બનાવવા સરકારે રૂા. 5 કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી

અમદાવાદ : રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મેળવનાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાતમાં આજે ઉજવણી કરવામાં આવી હતી. મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં મેઘાણી સ્મારક નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે રૂા. 5 કરોડની ફાળવણી કરી છે. આ ઉજવણી એક વર્ષ સુધી ચાલશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-વેબ પોર્ટલ સહિત મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું.સાહિત્ય અકાદમીએ આ પ્રસંગે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

મહાત્મા મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતુંકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એક પત્રકાર પણ હતા. તેમમે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. ઝવેરચંદ મેઘાણીને નવી પેઢી જાણે તે માટે એક વર્ષ સુધી આ જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BmkERa
via IFTTT

Post a Comment

Previous Post Next Post