અમદાવાદથી ધોળકા માટે સાંજની બસ મુકવા ઉગ્ર બનતી માંગણી


- ધોળકા એસટી ડેપો મેનેજરને રજુઆત છતાં પરિણામ શૂન્ય

- ધોળકા તરફ આવતી મોટાભાગની એસટી બસો સરખેજ ઊભી નહીં રહેતા રઝળી પડતા મુસાફરો


બગોદરા : સરખેજ બસ સ્ટોપ પર સાંજ ના ૬ વાગ્યા થી લઇ ૮ વાગ્યા સુધી ધોળકા અને આજુબાજુના ગામડાઓના ધોળકા તરફ આવનાર  રોજીંદા મુસાફરો કરનાર નોકરિયાતવર્ગના મુસાફરો ઉપરાંત મહિલાઓ તેમજ વડીલ મુસાફરોનો રોજ મોટો જમાવડો થાય છે અને સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી. જ્યારે આ રૂટ પર ઉપરોક્ત સમયે આવનારી બસો મુસાફરોના પ્રમાણમાં પૂરતી નથી અને છે તે પણ સરખેજ બસ સ્ટેશન ઉભી રાખતાં નથી. વળી, સરખેજ સર્કલ બસ સ્ટોપ પર બેસવાની કોઈ વ્યવસ્થા પણ નથી.

એસટી તંત્રની આ અવ્યવસ્થા ને કારણે મુસાફરો ખાસ કરી  મહિલા અને વૃધ્ધ મુસાફરો તેમજ રોજિંદા મુસાફરાને  હાલાકી ભોગવવી પડે છે.

અહીંના નાગરિકોની માંગ છે કે અમદાવાદથી ધોળકા તરફ આવતી બસોે સરખેજ એસટી સ્ટેન્ડે ઉભી રહે તે માટે આયોજન કરવું જોઇએ.

આ બાબત અવારનવાર ધોળકા એસટી ડેપો મેનેજરને પણ રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. સરખેજથી ધોળકા માટે સાંજના સમયે એક નિયમિત એસટી બસ પણ ગોઠવવામાં આવે તેવી માંગણી પણ થઇ રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mr5qWN
via IFTTT

Post a Comment

Previous Post Next Post