સુરતની પાંચ હજાર ઝૂંપડપટ્ટીના ડિમોલિશન પર સુપ્રીમની રોક


હાઇકોર્ટે ગત સપ્તાહે ડિમોલિશનનો આદેશ આપ્યો હતો

સુરત-જલગાંવ વચ્ચેના રેલવેના 2246 કરોડના પ્રોજેક્ટ માટે થનારા ડિમોલિશન રોકવા આદેશ

અમદાવાદ : સુરતના ઉધનાથી જલગાંવ વચ્ચે આકાર પામનારા રેલવે પ્રોજેક્ટ માટે પાંચ હજાર ઝૂંપડપટ્ટીના ડિમોલિશન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે અને સ્ટેટસ ક્વો ઇશ્યુ કરી યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો છે. સુપ્રીમે 25મી ઓગસ્ટે કેસને યોગ્ય બેન્ચ સમક્ષ રાખી સુનાવણી કરવા નિર્દેશ આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિવ એન.વી. રામન્ના અને જસ્ટિસ સૂર્યા કાન્ત સમક્ષ આજે અરજન્ટ મેન્શનિંગ કરવામાં આવ્યું હતું કે સુરતમાં પાંચ હજાર ઝૂંપડપટ્ટીઓનું આજે ડિમોલિશન થવાનું છે અને રાત સુધીમાં ડિમોલિશન પૂર્ણ પણ થઇ જશે.

19મી ઓગસ્ટે હાઇકોર્ટે ઝૂંપડપટ્ટીઓના ડિમોલિશન પર આપેલો વચગાળાનો સ્ટે હટાવ્યો છે, તેથી તંત્રને હવે લીલી ઝંડી મળી છે. ખંડપીઠે હાલ સ્ટેટસ ક્વો ઇશ્યુ કરી બન્ને પક્ષોને યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા નિર્દેશ કર્યો છે તેમજ કેસને યોગ્ય બેન્ચ સમક્ષ 25મીએ સુનાવમી માટે રાખવા નિર્દેશ કર્યો છે.

અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી સે સુરત-જલગાંવ વચ્ચેના રેલવે પ્રોજેક્ટ માટે તેમની ઝૂંપડપટ્ટીઓનું ડિમોલિશન થવાનું છે અને હાઇકોર્ટે 2014માં આપેલા સ્ટેને ગત 19મીએ હટાવવામાં આવ્યો છે.

તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા હોવા છતાં તેમના પુનર્વસન અંગે કોઇ નીતિ ઘડવામાં આવી નથી. આ ઉપરાંત તેમને યોગ્ય સમય આપ્યા વિના 24 કલાકમાં ઝૂંપડપટ્ટી ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jewkip
via IFTTT

Post a Comment

أحدث أقدم