
- જવાબદાર તંત્રની નિષ્ક્રીયતાથી બદીએ માઝા મુકી તંત્ર દ્વારા તાકિદે ચેકિંગ કરાય તેવી માંગ ઉઠી
બગોદરા : બગોદરા હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ-ડીઝલ તથા કેમિકલની ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. અગાઉ પણ આ અંગે તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઇ પગલા ન લેવાતા ઈંધણ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે.
અમદાવાદ જિલ્લાના બગોદરા હદ વિસ્તારમાં વાહનોમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ, ડીઝલ સહિત કેમીકલ કાઢી વેચાણ થતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં રાોયાદા ગામના પાટિયા પાસેથી લઇ રોયકા-ધોળકા ચોકડી, મેમર રોડ, શિયાળ રોડ સહિતના હાઇવે પર કેટલીક હોટલો પર વાહનોમાંથી પેટ્રોલ-ડીઝલ સહિત કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થો કાઢી ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. જો કોઇ કારણોસર આ જ્વલનશીલ પદાર્થ કાઢતી વખતે આગ લાગે તો મોટી જાનહાની થાય તો જવાબાદર કોણ? ત્યારે બાવળા મામલતદાર સહિતના ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા આવી પ્રવૃતિને ઝડપી પાડવામાં આવે તે જરૂરી છે. તથા બગોદરા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા પણ આવી ગેરકાયદે પ્રવૃતિને ડામવા દરોડા પાડવામાં આવે તેવી માગ ઉઠી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WxMmLk
via IFTTT
Post a Comment