બાવળાના નાનોદરા ગામેથી જુગાર રમતા 9 ઝડપાયા


- પોલીસે શકૂનીઓની અટક કરી રોકડ સહિત 10 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

બગોદરા : અમદવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણ મહિના શરૂ થાયે તે પહેલા જુગારના અડ્ડા ધમધમવા લાગ્યાં છે. સાત-આઠમનો તહેવાર નજીક આવતા પત્તા પ્રેમીઓએ જુગાર રમવાનું શરૂ કરી દીધું છે. ત્યારે બાવળા પોલીસે બાતમીના આધારે નાનોદરા ગામમાં આવેલા બાર ભૈયાવાસમાં જાહેરમાં જુગાર રમતા નવ શકૂનીઓને ઝડપી પાડયાં હતા.

બાવળા પોલીસે બાતીમાના આધારે પાડેલા દરોડામાં શામજી રામજી કોળી પટેલ, માતમ જગમાલ કોળી પટેલ, કટુ બહાદુરભાઇ કોળી પટેલ, લાલા ઇકબાલ ખલીફા, ઇકબાલ રહીમભાઇ ખલીફા, રાધેશ્યામ દશરથભાઇ રાવળ, આરીફ અકબરભાઇ ખલીફા, વિજય જયંતીભાઇ રાવળ, રામજી જયંતીભાઇ કોળી પટેલને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડયાં હતા. પોલીસે જુગારીઓની અંગ ઝડતી કરતા ૯૪૦૦ તથા સ્થળ પરથી ૭૫૦ મળીને કુલ ૧૦,૧૫૦નો મુદ્દામાલ ઝડપી જુગાર રમતા શખ્સોને જેલના હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3C118KS
via IFTTT

Post a Comment

أحدث أقدم