
- પર્સનલ લોનની સમય મર્યાદા પૂર્ણ થઇ જતા
- વિરમગામ મર્કન્ટાઇલ કો.ઓ. બેંક લિ.ને આરોપીએ રૂા. ૩.૭૫ લાખ ચૂકવવાનો પણ વિરામગામ કોર્ટનો આદેશ
વિરમગામ શહેરમાં સેધવીફળી જૈન મંદિર પાસે રહેતા હર્ષ ગિરીશભાઈ શાહે વિરમગામ મર્કન્ટાઇલ કો.ઓ. બેંક લી. પાસેથી પર્સનલ લોન રૂા. ૨ લાખની શોર્ટ ટર્મ લોનની માંગણી કરતા ધારાધોરણ મુજબ રૂા. ૨ લાખની લોન ૧૧/૭/૧૭ ના રોજ ધીરાણ આપવામાં આવેલ. એક વર્ષની અંદર સમય મર્યાદામાં લોન ભરપાઈ કરેલ નહીં. બાદમાં આરોપી ૮/૪/૧૯ના રોજ બેંકમાં પોતાના ધિરાણ બાકી રકમ પેટે કોર્પોરેશન બેંક વિરમગામ શાકાનો ચેક આપેલ હતો જે ચેક બેંકમાં જમા કરાવેલ. અપૂરતા ભંડોળના શેરા સાથે ચેક પરત થતાં ફરીયાદી બેંક દ્વારા આરોપી સામે ચેક રીટર્નની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ વિરમગામ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ સાહેબ એમ.એમ. શેખ સમક્ષ ચાલી જતાં ફરિયાદીના વકીલ દલીલોના આધારે કોર્ટ આ કેસના આરોપી હર્ષ ગિરીશભાઈ શાહને તકસીરવાર ઠરાવી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ ૧૮૮૧ની કલમ ૧૩૮ના શિક્ષાપાત્ર ગુના સબબ તકસીરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજા અને ચેક રીટર્ન પેટે રૂા. ૩,૭૫,૦૦૦ ચુકવવા હુકમ કર્યો હતો. આરોપી હાજર રહેલ ન હોઈ આરોપી સામે સજા અંગેનું વોરંટ કાઢવા હુકમ કર્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3C48n4T
via IFTTT
Post a Comment