
- બનાવની જાણ થતાં આસપાસના લોકોએ દબાયેલા મજુરને બહાર કાઢ્યાં
- મજુરો ભરીને જઇ રહેલી કારનું ટાયર એકાએક ફાટયું અને કાર શિર્ષાસનમાં આવી ગઇ
માંડલ-વિરમગામ રોડ ઉપર તા.ર૮ને શનિવારે માલનપુર પીકઅપ સ્ટેન્ડ નજીકથી એક ઈકો કાર પસાર થઈ રહી હતી.
આ કારમાં આગળ બે મજુરો અને પાછળની સીટમાં ત્રણ મજુર થઈ કુલ પાંચ લોકો સવાર હતાં. પરંતુ વિરમગામ રોડ ઉપર કાર આગળ વધી રહી હતી ત્યારે ઈકો કારનું એક ટાયર કોઈ કારણોસર ફાટતાં કાર ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનું કાબુ ગુમાવી દીધેલ અને ગાડી રોડ ઉપર ત્રણથી ચાર વખત ફંગોળાઈને જોરથી પટકાઈ હતી અને કાર શીર્ષાસન સ્થિતિમાં ઉભી થઈ ગઈ હતી.જોકે આકસ્મિત ઘટના બનતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં અને કારમાં બેઠેલ પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઘટના સ્થળે બેભાન હાલતમાં થઈ ગયા હતાં જોકે એમ્બ્યુલન્સ બોલાવી વિરમગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા હતાં.જોકે પાંચેય લોકોને ભાન આવ્યા બાદ જીવ બચ્યો હતો જોકે કાર જે રીતે ફંગોળાઈ તે જોતાં આખી કારના કાચ-સીટ તુટી ગયા છે અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BnUbm5
via IFTTT
Post a Comment