જશોદાનગરમાં પાણીનો બેફામ વેડફાટ કરતા 50 થી વધુ રહીશોને નોટિસ

અમદાવાદ,તા.27 ઓગષ્ટ 2021, શુક્રવાર

રામોલ-હાથીજણ વોર્ડમાં જશોદાનગર મુન્સીપુરા નવી વસાહત, રણછોડરાયજી મંદિર વિસ્તારમાં શુક્રવારે સવારે મ્યુનિ.પૂર્વ ઝોનના એન્જિનિયર વિભાગના અધિકારીઓએ પાણીના વેડફાટા બાબતે ૫૦ થી વધુ રહીશોને નોટિસ ફટકારી હતી. જેને લઇને રહીશોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. 

પાણીના કનેક્શનમાં નળ લગાવવામાં આવ્યા નહોય, પાણી છુટ્ટુ ખુલ્લામાં ઢોળવામાં આવે, ચોકડી તથા કપડા ધોએલ પાણી ખુલ્લામાં વહેવડાવવામાં આવે જેવી ગંભીર બાબત  ચકાસણીમાં સામે આવી હતી. ચાલીઓ, રસ્તાઓમાં, જાહેર માર્ગો વગેરે પર પાણી ભરાયેલા રહે છે જેના કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ  વધ્યો  છે અને મચ્ચરજન્ય રોગચાળો ફેલાતા લોકો બીમારીમાં પટકાયા છે.

આ વિસ્તારમાં પાણી લીકેજ થતું હોવાની અને જાહેર માર્ગો પર પાણી ભરાયેલા રહેતા લોકો બીમાર પડતા હોવાની ફરિયાદના અનુસંધાને મ્યુનિ.તંત્રના અધિકારીઓ  આજે જાત તપાસ માટે દોડી ગયા હતા.આ ટીમ આ વિસ્તારમાં ફરી હતી ત્યારે પાણીના બેફામ વેડફાટના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.

મોટાભાગે આ ચાલી વિસ્તારમાં ભાડૂઆતો રહે છે, અનેક  મકાનોમાં પાણીની લાઇનમાં ચકલી નાંખેલી નથી જેના કારણે ઉપયોગ વગર પણ પાણી વહી રહ્યું છે. લોકો ખાટલામાં બેસીને ખુલ્લામાં નહાઇ રહ્યા છે, કપડા પણ ખુલ્લામાં ધોવાવામા ંઆવી રહ્યા છે. આ બધુ પાણી જાહેર માર્ગો પર જઇ રહ્યું છે. જેના કારણે કાદવ-કિચડ થઇ રહ્યો છે.

બીજી બાજુ પાણીના આ વેડફાટ વચ્ચે આગળના વિસ્તારોમાં પાણી પુરતું પહોંચતું નથી. જેથી આવી બેદરકારી દાખવનારા ૫૦ થી વધુ લોકોને નોટિસ ફટકારીને પાણીના નળમાં ચકલીઓ મુકાવવા, પાણીનો  બગાડ નકરવ ાસુચના અપાઇ છે. નહીં તો નળ કનેક્શન કાપી નાંખવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે. આવતીકાલે શનિવારે પણ આ વિસ્તારમાં મ્યુનિ.તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને નોટિસ ફટકારાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DsJH70
via IFTTT

Post a Comment

Previous Post Next Post